જામનગરના સિટી બી. ડિવિઝનના એસ્ટ્રોસિટી અંગેના કેસના ફરારી આરોપીને એલસીબીએ ઝડપી લીધો
Image Source: Freepik
જામનગર શહેર અને જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એટ્રોસિટીના કેસમાં નાસતા ફરતા આરોપીની એલસીબી દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.
જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં રહેતા અકરમ ઉર્ફે અકો કાસમભાઈ જોખિયા ગામેતી સામે આજથી એક વર્ષ પહેલાં એસ્ટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ નોંધાયો હતો, અને તે ગુનામાં પોતે એક વર્ષ થી નાસતો ફરતો રહ્યો હતો.
દરમિયાન એલસીબી ની ટુકડીએ ધરારનગર વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી અકરમને ઝડપી લીધો છે, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.