ભાવનગર ડિવિઝનથી વિવિધ સ્થળો માટે 3 જોડી ફેસ્ટિવલ ટ્રેનનો પ્રારંભ
- દિવાળી, છઠ પૂજા સહિતના તહેવારોને લઈ
- ભાવનગર-બાન્દ્રા અને ભાવનગર-દિલ્હી સહિત ચાલી રહેલી 6556 વિશેષ ટ્રેન
ભારતીય રેલ્વે આ વર્ષે તા.૧ ઓક્ટોબરથી તા. ૩૦ નવેમ્બર દરમિયાન દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે ૬૫૫૬ વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. દર વર્ષે તહેવારો દરમિયાન વિશેષ ટ્રેન દોડાવવામાં આવે છે અને આ વર્ષે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તેમાંથી પશ્ચિમ રેલ્વે ૧૦૬ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે ૨૩૧૫ ટ્રીપ ચલાવી રહી છે, જે હજુ પણ સમગ્ર ભારતીય રેલ્વેમાં સૌથી વધુ છે.
પશ્ચિમ રેલ્વે દિવાળી અને છઠ પૂજા માટે ભાવનગર ડિવિઝનમાંથી ત્રણ જોડી ફેસ્ટિવલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે. જેમાં ટ્રેન નંબર ૦૯૪૩૬/૦૯૪૩૫ ગાંધીગ્રામ-ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન જે ગાંધીગ્રામથી દર શનિવારે રાત્રે ૨૦.૨૦ કલાકે દોડાવાય છે. એ જ રીતે ટ્રેન નંબર ૦૯૨૦૮/૦૯૨૦૭ ભાવનગર-બાન્દ્રા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન જે ભાવનગર ટમનસથી દર ગુરુવારે ૧૪.૫૦ કલાકે ઉપડે છે. અને ટ્રેન નંબર ૦૯૫૫૭/૦૯૫૫૮ ભાવનગર-દિલ્હી કેન્ટ-ભાવનગર સ્પેશિયલ ટ્રેન જે ભાવનગર ટમનસથી દર શુક્રવારે ૧૫.૧૫ કલાકે ઉપડે છે.