Get The App

આદીવાડામાં મહિલા બુટલેગરના ઘરેથી બિયરનો મોટો જથ્થો મળ્યો

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
આદીવાડામાં મહિલા બુટલેગરના ઘરેથી બિયરનો મોટો જથ્થો મળ્યો 1 - image


- ગાંધીનગરમાં વધતી દારૃની હેરાફેરી વચ્ચે

- પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો : ફરાર મહિલા બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો

ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ વધી રહ્યું છે ત્યારે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા બાતમીના આધારે આદીવાડાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને મહિલા બુટલેગરના ઘરેથી બિયરનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. મહિલા બુટલેગર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

રાજ્યનું પાટનગર હોવા છતાં ગાંધીનગરમાં દારૃનું વેચાણ બંધ થતું નથી. નાના મોટા બુટલેગરો દ્વારા પર પ્રાંતમાંથી વિદેશી દારૃનો જથ્થો મંગાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા આવા બુટલેગરો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. સેક્ટર ૨૧ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાનબાતમી મળી હતી કે, આદિવાડામાં રહેતી બુટલેગર રેખા અશ્વિનભાઈ દંતાણી પોતાના ઘરે વિદેશી દારૃનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરી રહી છે. જેનાં પગલે મહિલા ટીમને સાથે રાખી આદીવાડાનાં દંતાણી વાસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘરે  રેખા દંતાણી મળી આવી ન હતી અને તેના ઘરની પોલીસે  તપાસ કરતા બિયરના નવું પેટી મળી આવ્યા હતા. ૨૧૬ જેટલા બિયરના ટીન કબજે કરીને મહિલા બુટલેગર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા દેશી વિદેશી દારૃના બુટલેગર ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે પરંતુ જિલ્લામાં દારૃની આ બદી અટકવાનું નામ જ લેતી નથી.



Google NewsGoogle News