આર.કે. યુનિવર્સિટીના છાત્રનું અપહરણ કરી રૂા.1.50 લાખની ખંડણીની માગણી
- બાઈક અથડાવવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાને કારણે
- કારમાં પણ તોડફોડ કરી રૂા. ૨૫,૦૦૦નું નુકસાન કર્યું, છાત્ર સહિત બે આરોપીઓને ઝડપી લઈ બાકીનાઓની શોધ
- પૂલ પરથી પુત્રને ઘા કરતા જોઇ ડરીને પુત્રી નાસી જતાં બચાવ થયો
રાજકોટ: ગોંડલનાં ગુંદાળા રોડ પર રામકૃષ્ણનગર શેરી નંબર-૩માં રહેતા અને ભાવનગર હાઈવે ઉપર ત્રંબામાં આવેલી આર.કે. યુનિવર્સિટીમાં બીએસસીનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા કૃણાલ માનસીંગભાઈ વાઢેર (ઉ.વ.૧૯)નું ગઈકાલે તેની કોલેજનાં છાત્ર સહિતનાં પાંચ આરોપીઓએ કારમાં અપહરણ કરી રૂા. ૧.૫૦ લાખની ખંડણી માંગી હતી. એટલું જ નહીં તેની કારમાં તોડફોડ પણ કરી હતી. આજી ડેમ પોલીસે ગુનો દાખલ કરી બે આરોપીઓને ઝડપી લીધા હતા.
ફરીયાદમાં કૃણાલે જણાવ્યું છે કે, તેના મિત્ર ધૃવીલ પરમારનું બાઈક તેની જ કોલેજમાં ભણતા સીબ્તેલ હેરંજાના મિત્ર રેહાનનાં બાઈક સાથે અથડાયું હતું. જેથી તેને રેહાન સાથે બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી તેનું અપહરણ કરી મારકુટ કરાઈ હતી.
ફરીયાદમાં તેણે આગળ જણાવ્યું છે કે, ગઈકાલે બપોરે તે આર.કે. યુનિવર્સિટીનાં ગેઈટ પાસે ઉભો હતો ત્યારે તેની સાથે ભણતો પ્રિયાંશુસિંહ રાઠોડ એક્ટીવા લઈ તેની પાસે આવ્યો હતો. આવીને તેને કહ્યું કે, આપણે સીબ્તેલ સાથે તારૂ સમાધાન કરી નાખી, આ લોકો તારી અર્ટીગા કાર પણ લઈ ગયા છે. જેથી તેની સાથે એક્ટીવા પાછળ બેસી ગયો હતો.
ગઢકા ગામ તરફ જતાં રોડ પર પહોંચતા બાલાજી હોસ્ટેલનાં રોડની સામેની તરફ ખુલ્લી જગ્યામાં ઉભા હતાં એવામાં ત્યાં બે કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પીયો અને એક સફેદ કલરની સ્વીફટ કાર આવી હતી. સ્કોર્પીયોમાંથી મુસ્તાક અને અગાઉ તેની કોલેજમાં ભણતો વત્સલ, ગૌતમ અને અજાણ્યો શખ્સ નીચે ઉતર્યા હતાં.
જેમાંથી મુસ્તાકે તેને કહ્યું કે, તું કેમ મારા છોકરાઓને બધી જગ્યાએ આડા પગે આવે છે. સાથે રહેલા અજાણ્યા શખ્સે કહ્યું કે, તું સીબ્તેલને કયાંય નડયો તો તને ગમે ત્યાંથી ગોતીને મારીશ. તેની સામે તેણે કહ્યું કે, હું ક્યાં આડા પગે આવું છું. તે સાથે જ મુસ્તાક અને અજાણ્યા શખ્સે તેણે બેફામ ગાળો ભાંડી સાતથી આઠ તમાચા ઝીકી દીધા હતાં. તે વખતે પ્રિયાંશુસિંહ વચ્ચે પડયો હતો અને સમાધાનની વાત કરતાં મુસ્તાકે ધક્કો મારી પરાણે તેની સ્કોર્પીયોમાં આગળની સીટમાં બેસાડી દીધો હતો. જયારે પોતે ડ્રાઈવર સીટ પર બેસી ગયો હતો. પાછળની સીટમાં ગૌતમ અને વત્સલ વેકરીયા ઉપરાંત અજાણ્યો શખ્સ બેસી ગયા હતા.ં
તેણે મુસ્તાકને સમાધાન કરી નાખો તેમ કહેતા તેણે ૧.૫૦ લાખ રૂપીયાની માંગ કરી હતી. જેમાં ગૌતમ અને વત્સલે પણ સુર પુરાવ્યો હતો. તેણે પોતાની પાસે આટલી રકમ નહી હોવાનું કહેતા મુસ્તાકે સ્કોર્પીયો ભગાડી દીધી હતી. તેની કોલેજ પાસે સ્કોર્પીયો ઉભી રાખી હતી. બાજી સ્કોર્પીયો પણ આવી પહોંચી હતી. જેમાંથી અગાઉ તેની કોલેજમાં ભણતો મંગલ પરમાર ઉતરી તેની સ્કોર્પીયોમાં પાછળની સીટમાં બેસી ગયો હતો. તેણે પણ સમાધાન માંટે રૂા. ૧.૫૦ લાખની માંગણી કરી હતી.
ત્યાર પછી તેનાં મોબાઈલમાંથી બળજબરીથી રૂા. ૨૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતાં. તે સાથે જ મંગલ સ્કોર્પીયોમાંથી નીચે ઉતરી ગયો હતો. જેની સામે પ્રિયાંશુસિંહ બેસી ગયો હતો. તે વખતે તેની કોલેજમાં અભ્યાસ કરતા ફઈના પુત્ર ચિંતન નંદાભાઈ લાખણોત્રા અને તેનો મિત્ર યશ અરવિંદભાઈ ખુંગલા તેની પાસે આવ્યા હતાં. તે વખતે મંગલે બન્નેને કહ્યું કે, રૂા. ૧.૫૦ લાખ આપો નહીતર આને અમે નીચે નહી ઉતારીયે. જેથી ચિંતને આટલી રકમ નહી હોવાનું કહેતા મુસ્તાકે આને જંગલેશ્વર લઈ જઈ તેમ કહી સ્કોર્પીયો ભગાડી મુકી હતી.
રસ્તામાં તેનાં પિતાનો ફોન આવતાં મુસ્તાકે વાત કરવા દીધી ન હતી. ત્યાર પછી તેના બનેવી જયદીપસિંહ ગિલુભા ચુડાસમાનો કોલ આવતાં તેને આપવિતિ કહેતા મુસ્તાકે તેની પાસેથી મોબાઈલ ઝુંટવી લીધો હતો. એટલું જ નહીં સ્કોર્પીયો જંગલેશ્વર બાજુ ભગાડી મુકી તેને એક જગ્યાએ ઉભી રાખી તેને ગોગલ્સ પહેરાવી મે રૂા. ૧.૫૦ લાખ ઉછીના લીધા છે. જે હું બે દિવસમાં પરત કરી આપીશ તેવો વીડીયો ઉતારી અમુલ સર્કલે તેને મુક્ત કરી દીધો હતો. જયાં મંગલે તેની અર્ટીકા કારની ચાવી આપી હતી. તેમાં જોતા બોનેટ અને અંદર ડીસ્પ્લે ઉપરાંત ડેશ બોર્ડમાં આશરે રૂા. ૨૫,૦૦૦નું નુકશાન થયાનું જોવા મળ્યું હતું. ત્યાર પછી તે કાર લઈ આર.કે. યુનિવર્સિટી પહોંચ્યો હતો. જયાં પિતા અને બનેવીને બોલાવ્યા બાદ આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે આરોપી વત્સલ જીતુભાઈ વેકરીયા (ઉ.વ.૨૦, રહે, ન્યુ કેદાર સોસાયટી-૨, નંદા હોલ પાસે) અને સીબ્તેલ કયુમભાઈ હેરંજા (ઉ.વ.૨૧, રહે, જંગલેશ્વર -૧૫, હુશેની ચોક)ને સકંજામાં લઈ તપાસ આગળ ધપાવી છે. પોલીસે જણાવ્યું કે, મુસ્તાક જુસબ ધારાગઢી કે જે અગાઉ પોલીસ ચોપડે ચડી ગયો છે તેનો પુત્ર છે.