દંપતીને ઉઘતા રાખીને તસ્કરો ૧.ર૬ લાખની મતા ચોરી ગયા
૧૫૦ ફૂટ રિંગ રોડ પરના ત્રિલોક પાર્કની ઘટના
ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ, પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૃ કરી
રાજકોટ : ૧પ૦ ફૂટ રીંગ રોડ પરના દર્શન પાર્ક પાસે આવેલા ત્રિલોક
પાર્ક શેરી નં.રમાં રહેતાં જસ્ટીન મેકવાન (ઉ.વ.૩ર)ના મકાનમાં ત્રાટકેલા તસ્કરો
રૃા.૧.ર૬ લાખની મત્તા ચોરી કરી ગયાની ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જેમાં જસ્ટીને જણાવ્યું છે કે તે કોમ્પ્યુટર સેલ્સ એન્ડ
સર્વીસનું કામ કરે છે. પત્ની એક ટેક કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે સાંજે ૭.૩૦
વાગ્યે પત્ની સાથે જામનગર રોડ પર રહેતી બહેન સેલેસ્ટીના પરમારના ઘરે ગયો હતો.
જયાંથી રાત્રે દસેક વાગ્યે પરત આવી ઉપરના માળે સુવા જતા રહ્યા હતા.
સવારે સાતેક વાગ્યે પત્નીએ જોયું તો દરવાજો ખુલ્લો હતો. નકૂચો
તૂટેલો મળ્યો હતો. લોખંડના કબાટની તિજોરીમાંથી સોનાનો ચેન, ચાંદીની લક્કી, સોનાની વીંટી, ચાંદીની ઝાંઝરી, સોનાની બુટી અને રોકડા
રૃા.રપ હજાર ગાયબ હતા. જેથી આજે ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે
સીસીટીવી કેમેરા વગેરેના આધારે તપાસ આગળ ધપાવી છે.