Get The App

મોરબી પોલીસ દ્વારા તપાસનો દોર ઝારખંડ ભણી, વધુ 54 લાખનો સીરપનો જથ્થો ઝડપાયો

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
મોરબી પોલીસ દ્વારા તપાસનો દોર ઝારખંડ ભણી, વધુ 54 લાખનો સીરપનો જથ્થો ઝડપાયો 1 - image


રંગપરથી નશીલા કોડીન સીરપનો કરોડોનો જથ્થો ઝડપાવાના પ્રકરણમાં

ધનબાદ પંથકના ગોડાઉનના તાળા સ્થાનિક તંત્ર તથા પોલીસની હાજરીમાં તોડાતા સીરપની ર૬ હજાર બોટલોનો જથ્થો મળી આવતા કબજે લેતી મોરબી પોલીસ

મોરબી: મોરબીના રંગપર નજીક ગોડાઉનમાંથી પોલીસે કરોડોની કિમતનો નશાકારક સીરપનો જથ્થો ઝડપી લીધા બાદ માલ ઝારખંડથી મંગાવ્યાનું ખુલતા મોરબી પોલીસ ઝારખંડ તપાસ અર્થે પહોંચી હતી. જ્યાંથી પોલીસે વધુ ૫૪ લાખની કિમતનો જથ્થો ઝડપી લીધો છે. તો સીરપ કાંડના મુખ્ય આરોપીને કોર્ટમાં રજુ કરતા ૧૬ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. 

મોરબી પોલીસે ૧.૮૪ કરોડના સીરપનો જથ્થો, વાહન અને અન્ય મુદામાલ સહીત ૨ કરોડથી વધુની મત્તા સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. અને સીરપકાંડનો મુખ્ય આરોપી રવિ કંડિયા ફરાર હોય જેને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી હતી અને ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજુ કરતા આગામી તા. ૧૬ સુધીના રિમાન્ડ પર સોપવામાં આવ્યો છે. સીરપનો જથ્થો ઝારખંડથી આવ્યાનું ખુલતા મોરબી પોલીસની ત્રણ ટીમો અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે. 

જેમાં એક ટીમ ઝારખંડ તપાસ અર્થે પહોંચી હતી.  અને ધનબાદ જિલ્લાના ભેલાતાંડ-બરવાઅડ્ડા ખાતેના ગોડાઉનમાં મેજીસ્ટ્રેટ, આબકારી વિભાગ અને થાના પ્રભારીની ઉપસ્થિતિમાં ગોડાઉનના તાળા તોડવામાં આવ્યા હતા. ત્યારે સ્થાનિક તંત્ર અને મોરબી પોલીસ પણ ચોકી ઉઠી હતી ગોડાઉન ખાતેથી વધુ ૨૬ હજાર સીરપની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે વધુ ૫૪ લાખનો સીરપનો જથ્થો કબજે લીધો છે. મોરબીમાં આવડો જથ્થો ઉતાર્યા બાદ હજુ પણ ૫૪ લાખનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે મોરબી પોલીસે વધુ તપાસ ચલાવી છે તેમજ ત્રિપુરા ખાતેના વેપારી સહિતના ફરાર ઇસમોને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



Google NewsGoogle News