જલારામ બાપાની 224 મી જન્મ જયંતિની વિશેષ ઉજવણી કરાશે

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
જલારામ બાપાની 224 મી જન્મ જયંતિની વિશેષ ઉજવણી કરાશે 1 - image


- લોહાણા વિદ્યાર્થી નિયતમાં જલિયાણ મહોત્સવ શરૂ 

- ભાવનગરના 3 મંદિરો સહિત જિલ્લાના વિવિધ જલારામ મંદિરોમાં અન્નકૂટ, આરતી, મહાપ્રસાદ સહિતના આયોજનો

ભાવનગર : સમગ્ર વિશ્વમાં જેમની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વ વંદનીય સંત જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતી ની ઠેર ઠેર ઉજવણી તારીખ-૧૯ નવેમ્બર ને રવિવાર ના રોજ કરવામાં આવી રહી છે ભાવનગર શહેરના આનંદનગર, ખારગેટ, વિઠ્ઠલવાડી સહિત જિલ્લાના જલારામ મંદિરોમાં ધામધુમથી ઉજવણી કરાશે.

જલારામ મંદિર આનંદનગરને રોશની થી શણગારવામાં આવેલ છે પૂજ્ય બાપાની જન્મ જયંતીના દિવસે તારીખ ૧૯ ને રવિવાર ના રોજ સવારથી વિવિધ ધામક કાર્યક્રમોની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે એના ભાગરૂપે સવારે ૮થ૧૫ કલાકે ધજા પૂજન સવારે ૮થ૩૦ કલાકે બાપા નું પૂજન સવારે ૧૧થ૦૦ કલાકે પૂજ્ય બાપાને ૨૨૪ થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ કરવામાં આવશે જેના દર્શન તેમજ બપોરે ૧૨.૧૫ કલાકે પૂજ્ય બાપાની મહાઆરતી કરવામાં આવશે. જલારામ જયંતીના દિવસે મંદિર સવારે પાંચ કલાકથી રાત્રિના ૯થ૩૦ કલાક સુધી મંદિરના દર્શન ખુલ્લા રહેશે. જલારામ જયંતિ નિમિત્તે રેડક્રોસ સોસાયટી ભાવનગર ના સહકારથી રક્તદાન શિબિર, જનરલ મેડિકલ ચેકઅપ અને પ્રાથમિક સારવારની ટુકડી તેમજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેના સંકલ્પ પત્રો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

જલારામ બાપાના મંત્ર સમાન ટુકડો ત્યાં હરિ ઢુકડો સૂત્રને સાર્થક કરતા ભાવનગરના સર્વે જ્ઞાાતિ અને ભક્તજનો માટે મહાપ્રસાદ સવારે ૧૧ થી બપોરે ત્રણ કલાક સુધી જલારામ મંદિર આનંદ નગર ખાતે યોજાશે જેવા પ્રતિ વર્ષ ૨૦૦૦૦ કરતાં વધુ ભક્તજનો મહાપ્રસાદનો લાભ લે છે. 

જલારામ મંદિર વિઠ્ઠલવાડી પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમો આ પ્રમાણે રાખેલ છે, તા.૧૮/૧૧/૨૦૨૩ ને શનિવારના રોજ રાત્રે ૧૨ કલાકે કેક કાપવાનુ આયોજન રાખેલ છે, તા.૧૯-૧૧ને રવિવારના રોજ સવારે ૯ થી ૯.૩૦ ગણપતિ પૂજા, સવારે ૯.૩૦ થી ૧૦ કુંભ પૂજા, સવારે ૧૦ થી ૧૦.૩૦ બાપાની ચરણ પાદુકા પૂજન, ૧૦.૩૦ થી ૧૧ ધ્વજારોહણ, બપોર ની આરતી ૧૨.કલાકે, બપોરે ૧૨.૧૫ કલાકે કેક કાપી કેક ના પ્રસાદ ના વિતરણ નું આયોજન રાખેલ છે, સાંજે ૬થ૩૦ કલાકે મહાઆરતી, તેમજ સાંજે ૭ થી ૧૦ મહાપ્રસાદનું આયોજન રાખેલ છે.

જ્યારે ખારગેટ જલારામ મંદિર ખાતે અન્નકૂટ, આરતી તેમજ સાંજે ૪ કલાકે શોભાયાત્રા કાઢવામાં આવશે. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. જેમાં બાલીકાઓ માથા પર કલશ પણ ધારણ કરશે. ઠક્કર શોસ્યલ ગુ્રપ દ્વારા ત્રિદિવસીય જલિયાણ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં આજે વેશભુષા યોજાઇ હતી. તા.૧૮ના રોજ મહાયજ્ઞા ૪ થી ૬.૩૦ સુધી થશે. જ્યારે બપોરે ૪ થી ૮ અન્નકૂટ દર્શન તથા સાંજે ૭ થી રાસગરબાનું આયોજન લોહાણા વિદ્યાર્થી ભવન પીલગાર્ડન ખાતે કરેલ છે. જ્યારે તા.૧૭ને રવિવારે સાંજે ૬ થી ૧૦ માતારાણીની ચોકી જાગરણ ગુ્રપ દ્વારા રજૂ કરાશે. આ ઉપરાંત જિલ્લાના ગારિયાધાર, મહુવા, તળાજા, બોટાદમાં પણ જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે.

સદ્ગુરૂ આશ્રમ શાંતીનગર-૧ કાળીયાબીડ ખાતે તા.૧૯-૧૧ રવિવારે સંત જલારામ બાપાની ૨૨૪ જન્મજયંતી ઉત્સવ આશ્રમના મહંત વિશાલદાસબાપુની શુભ નિશ્રામાં ધામધૂમપૂર્વક ભાવભેર ઉજવવામાં આવશે.

જેમાં સાંજે ૫ કલાકે ધજા પૂજન સાંજે ૬ કલાકે પૂજ્ય જલારામબાપાની પ્રતિમાનું પૂજન, ૭.૩૦ કલાકે વિવિધ વાનગીઓનો અન્નકૂટ, સાંજે ૬.૧૫ કલાકથી અવિરત પ્રસાદ, મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો ઉજવાશે.


Google NewsGoogle News