Get The App

જિલ્લામાં કમોસમી વરસાદમાં ખેતીનો પાક ના પલળે તે માટે ખેડૂતોએ સાવચેત રહેવુ ખુબ જરૂરી

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
જિલ્લામાં કમોસમી વરસાદમાં ખેતીનો પાક ના પલળે તે માટે ખેડૂતોએ સાવચેત રહેવુ ખુબ જરૂરી 1 - image


- 27 મી સુધી કમોસમી વરસાદની સંભાવના 

- માર્કેટીંગ યાર્ડમાં લવાતો ખેતી પાક તાડપત્રી ઢાકીને લાવવો અને પાકનો જથ્થો ના પલળે તે માટે એપીએમસીમાં જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે  

ભાવનગર : ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદમાં ખેતીનો પાક ના પલળે તે માટે ખેડૂતોએ સાવચેત રહેવુ ખુબ જરૂરી છે. આગામી તા. ર૭મી સુધી કમોસમી વરસાદની સંભાવના છે. માર્કેટીંગ યાર્ડમાં લવાતો ખેતી પાક તાડપત્રી ઢાકીને લાવવો અને પાકનો જથ્થો ના પલળે તે માટે એપીએમસીમાં જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે તેમ સરકારી તંત્રએ જણાવેલ છે. 

કમોસમી વરસાદનાં પગલે એ.પી.એમ.સી. ખાતે વેચાણ અર્થે આવતા ખેડૂતોનાં પાકને નુકસાની ન થાય તે અંગે તકેદારી રાખવા માર્ગદશકા બહાર પડાઇ છે.  

આઈ.એમ.ડી., અમદાવાદનાં બુલેટીનથી મળેલ સુચના મુજબ, તા. ૨૪થી આગામી તા. ૨૭ નવેમ્બર-૨૦૨૩ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. અત્રેનાં જિલ્લામાં આવેલ તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડુતો દ્વારા વેચાણ માટે આવતા કૃષિ પાકોને વરસાદથી નુકશાન ન થાય તેમજ આવા કૃષિ પાકોનાં પરિવહન દરમિયાન પણ વરસાદને કારણે નુકશાન ન થાય તે માટે આવતા દિવસોમાં જે ખેડુતો પોતાના વાહનમાં વેચાણ માટે પાક લઈ આવે તેને બંધ બોડીનાં વાહનમાં અથવા તો તાડપત્રી ઢાકીને જ લાવે તેવી ખેડુતોને સત્વરે સુચન કરવા જણાવેલ છે. 

વેચાણનાં સ્થળે રાખેલો જથ્થો પણ ન પલળે તે માટે એપીએમસીમાં જરૂરી વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત તાલુકા કક્ષાનાં એપીએમસીમાં પણ સત્વરે જરૂરી સુચના આપવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગરે જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઘણીવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક પલળી ગયો છે તેથી સરકારી તંત્રએ અગમચેતીના ભાગરૂપે સુચના જાહેર કરી છે.  


Google NewsGoogle News