Get The App

વિધાનસભાના સત્રને પગલે આજથી પાટનગરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
વિધાનસભાના સત્રને પગલે આજથી પાટનગરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત 1 - image


સત્યાગ્રહ છાવણી ઉપર પણ પોલીસની નજર રહેશે : ત્રણ દિવસ સુધી ચાલનારા

૨ એસપી૬ ડીવાયએસપી ૧૫ પોલીસ ઇન્સ્પેક્ટર૭૦ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ ૭૦૦થી વધુ પોલીસ જવાનોની સાથે એસઆરપી ગોઠવાઈ

ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવતીકાલથી વિધાનસભાનું ત્રણ દિવસ માટે ચોમાસું સત્ર મળી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા આ સત્ર દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશેષ સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ગાંધીનગર પોલીસ ઉપરાંત એસઆરપી જવાનોને પણ અલગ-અલગ સ્થળોએ બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવી છે.

ત્રણ દિવસ સુધી ચાલનારા વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ગાંધીનગરમાં મોટી સંખ્યામાં લોકો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે રજૂઆત કરવા માટે પહોંચતા હોય છે. ત્યારે આ સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સલામતી બંદોબસ્ત ગોઠવવામાં આવે  છે. આવતીકાલથી મળનારા સત્ર દરમિયાન ગાંધીનગર પોલીસ દ્વારા વિધાનસભા સંકુલ અને ગાંધીનગર શહેર એમ બે ઝોનમાં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ગાંધીનગરના પ્રવેશદ્વાર ઉપર વાહન ચેકિંગની સાથે સર્કલો ઉપર એસઆરપી જવાનોને ગોઠવવામાં આવશે. તો સત્યાગ્રહ છાવણી ઉપર પોલીસની સાથે એસઆરપીના ૫૦થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તેની સાથે વિધાનસભા તરફના સર્કલો ઉપર પણ એસઆરપી જવાનો ગોઠવવામાં આવ્યા છે.  વિધાનસભાના સત્ર દરમિયાન ગાંધીનગર શહેરમાં બે એસપી, ૬ ડીવાયએસપી, ૧૫ પોલીસ ઇન્સ્પેક્ટર, ૭૦ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ ૭૦૦થી વધુ પોલીસ જવાનોની સાથે એસઆરપી ગોઠવવામાં આવી છે. એટલું જ નહીં કોઈપણ ઘટના સમયે તાત્કાલિક પહોંચી વળવા ક્વીક રિસ્પોન્સ ટીમ પણ ગોઠવવામાં આવી છે તો વિધાનસભા સંકુલ ફરતે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચેકિંગ પણ કરી લેવામાં આવ્યું છે અને એક ટીમને અહીં સ્ટેન્ડ ટૂ રાખવામાં આવશે બીજી બાજુ ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોના જવાનો તેમજ અધિકારીઓ વિધાનસભાની અંદર સાર્જન્ટની ભૂમિકામાં ફરજ બજાવતા હોવાથી તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે.


Google NewsGoogle News