અન્યાયઃ મનપાના 100 થી વધુ કર્મીઓને હજુ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળ્યો નથી
- 4 માસ પૂર્વે મહાપાલિકાના કર્મચારીઓએ રજૂઆત કરી હતી છતાં નિર્ણય કરાયો નથી
- 5 વર્ષની ફિક્સ પગારથી બજાવેલ સેવાઓ ઉચ્ચતર પગાર ધોરણમાં સળંગ ગણી અને નિમણુંક તારીખથી લાભ આપવા માંગ
ભાવનગર મહાનગરપાલિકાના અને રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ જે ગત તા.૧૬ ફેબુ્રઆરી-૨૦૦૬ ના ઠરાવ મુજબ પાંચ વર્ષ ફિક્સ પગારથી નીતિ હેઠળ નિમણુંક પામેલ છે તેવા કર્મચારીઓની આ પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરીના ઇજાફા આપવામાં આવતા નથી અને પાંચ વર્ષની બજાવેલ સેવા નોકરીનો ઉચ્ચક પગારનો સમયગાળો ધ્યાને લેવામાં આવતો ન હોવાથી સરકાર દ્વારા ચર્ચા વિચારણા કર્યા બાદ ગત તા. ૧૮ જાન્યુઆરી-૨૦૧૭ના ઠરાવ કરી આ નીતિ હેઠળ નિમણુંક પામેલ ફિક્સ પગારના કર્મચારીની આ પાંચ વર્ષની બજાવેલ સેવાઓને બઢતી-પ્રવક્તા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ સમયે નિવૃત્તિ વિષયક મળવાપાત્ર લાભો માટે ફિક્સ પગારના પાંચ વર્ષની બજાવેલ સેવાનો સમયગાળો ગણતરીમાં ગણવાનો રહેશે તેવા સંદર્ભથી ઠરાવ થયેલ છે. આ ઠરાવ સંદર્ભથી સ્ટેન્ડીંગ કમિટિમાં ઠરાવ થયેલ છે અને અમલીકરણ થયેલ છે તેમજ હુકમ થયેલ છે તેમ છતા કર્મચારીઓએ બજાવેલ પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી ફક્ત ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા માટે જ સળંગ ગણવામાં આવતી નથી.
પાંચ વર્ષની ફિક્સ પગારથી બજાવેલ સેવાઓ ઉચ્ચતર પગાર ધોરણમાં સળંગ ગણી નિમણુંક તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા કર્મચારીઓએ અગાઉ માંગણી કરી છે. રાજ્ય સરકાર દ્વારા આ ફિક્સ પગારની નીતિ હેઠળ રહેમરાહે નિમણુંક પામેલ છે તેવા કર્મચારીઓની આ ૫ વર્ષની ફિક્સ પગારની નોકરીનો સમયગાળો સળંગ ગણી નિમણુંક તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા અંગે સંદર્ભથી ઠરાવ કરવામાં આવેલ છે અને આ ઠરાવ સંદર્ભથી સામાન્ય સભામાં પસાર થયેલ છે. આ સંદર્ભથી અમલીકરણ થયેલ છે અને હુકમ થયેલ છે તેમ છતા કર્મચારીઓને બજાવેલ ૫ વર્ષની ફિક્સ પગારની નોકરી ફક્ત ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા માટે જ સળંગ ગણવામાં આવતી નથી. પાંચ વર્ષની ફિક્સ પગારથી બજાવેલ સેવાઓ ઉચ્ચતર પગાર ધોરણમાં સળંગ ગણી નિમણુંક તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા કર્મચારીઓએ માંગણી કરી છે અને આ બાબતે આશરે ચાર માસ પૂર્વે ભાવનગર મહાપાલિકાના કમિશનરને કર્મચારીઓએ રજૂઆત કરી છે છતાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવતા કર્મચારીઓમાં કચવાટ ફેલાયો છે. કર્મચારીઓના હિતમાં કયારે યોગ્ય નિર્ણય થશે ? તેની રાહ જોવી જ રહી.
કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ આપવા પ્રક્રિયા ચાલી રહી છે : અધિકારી
ભાવનગર મહાપાલિકાના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ આપવા માટે મથામણ શરૂ હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. આ બાબતે મહાપાલિકાના જવાબદાર અધિકારીને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, કર્મચારીઓને રજૂઆતના પગલે કાર્યવાહી શરૂ છે અને અન્ય મહાપાલિકમાં ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે છે, તેની પાસેથી માહિતી મંગાવી છે. પાંચ વર્ષની ફિક્સ પગારથી બજાવેલ સેવાઓ ઉચ્ચતર પગાર ધોરણમાં સળંગ ગણી નિમણુંક તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા કર્મચારીઓએ માંગણી કરી છે ત્યારે જુના કર્મચારીઓને પણ અન્યાય ન થાય તે માટે હાલ વિચારણા ચાલી રહી છે.