Get The App

મિત્રને પિસ્ટલ આપવા જતો મિત્ર સહિત ત્રણ ઈસમ બે પિસ્ટલ સાથે ઝડપાયા

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
મિત્રને પિસ્ટલ આપવા જતો મિત્ર  સહિત ત્રણ ઈસમ બે પિસ્ટલ સાથે ઝડપાયા 1 - image


- શહેરના પ્રવેશદ્વાર સમાં  એક જ વિસ્તારમાંથી ગણતરીના સમયમાં બે હથિયાર મળ્યાં 

- ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડે બે અલગ-અલગ સ્થળેથી પિસ્ટલ અને ત્રણ કાર્ટિસ કબ્જે કર્યા ઃ બબ્બે હથિયાર મળવાની ઘટના ચર્ચાનો વિષય બની   

ભાવનગર : ભાવનગર શહેરના પ્રવેશદ્વાર સમાં ભાવનગર-રાજકોટ હાઇવે રોડ પરથી પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડે બે અલગ અલગ બનાવમાં ગુન્હાહિત ઈતિહાસ ધરાવતાં બે નામચીન શખ્સ સહિત ત્રણ ઈસમને દેશી બનાવટની પિસ્ટલ તેમજ કટસ સાથે ઝડપી પાડયા હતા.પોલીસે ત્રણેય વિરૃદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તળે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. એક જ દિવસે ગણતરીના સમયમાં એક જ વિસ્તારમાંથી બે દેશી પિસ્ટલ ઝડપાઈ જવાનો બનાવ પોલીસ બેડા સહિત સ્થાનિક કક્ષાએ પણ ચર્ચાનો વિષય બન્યો છે.   

પ્રથમ બનાવની વિગત એવી છે કે, ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે, બાતમી રાહે હકિકત મળી હતી કે, શહેરના બોરતળાવ નજીક આવેલ મિલટ્રી સોસાયટી પાછ લ સોમનાથનગરમાં રહેતાં ભરત ભુપતભાઈ માધરને શહેરના દેસાઈનગર પેટ્રોલંપપ નજીક રહેતો જગદીશ ઉર્ફે માંદો બળવંતભાઈ બારડ ગેરકાયદે દેશી પિસ્ટલ આપવા રહી રહ્યો છે. બાતમીના આધારે ટીમ વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બન્ને શખ્સો ભાવનગર-રાજકોટ હાઇવે રોડ, મિલીટ્રી સોસાયટીના નાકા પાસે મળી આવતાં પોલીસની ટીમે શંકાના આધારે બન્નેને અટકાવ્યા હતા. અને બન્નેની તલાશી લેતાં જગદીશ ઉર્ફે માંદાના કબ્જામાંથી પિસ્ટલ તથા પિસ્ટલનાં ત્રણ જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા. પોલીસે પિસ્ટલ તેમજ  કટસ મળી કુલ રૃ.૧૦,૩૦૦ના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી લીધા હતા.પોલીસ પૂછપરછમાં ઝડપાયેલાં બન્ને શખ્સ એકબીજાના મિત્ર હોય અને જગદીશ તેના મિત્ર ભરતને આ પિસ્ટલ આપવા આવ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે બન્ને વિરૃદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ તળે ગુન્હો તળે ગુન્હો નલ્ધાવ્યો હતો. ઝડપાયેલાં બન્ને મિત્રો પાસાના આરોપી અને ભવ્ય ગુન્હાહિત ઈતિહાસ ધરાવતાં હોવાનું પોલીસ સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું. 

તો, આ જ ટીમે ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર આખલોલ જકાતનાકા નજીકથી હર્ષદીપસિંહ ઉર્ફે નાનુ અશોકસિંહ ચુડાસમા ( રહે. પ્લોટ નં.૨૨/એ ચામુંડા સોસાયટી પાછળ, હાલ રહે. શેરી નં.૦૩, કલ્યાણનગર મેરિટોન હોટલની પાછળ ભાવનગર ) ને દેશી બનાવટની પિસ્ટલ  કિંમત રૃ.૧૦ હજાર સાથે ઝડપી લીધો હતો.પેરોલ ફર્લો સ્કવોર્ડે દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપાયેલા આ શખ્સ વિરૃદ્ધ પણ બોરતળાવ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તળે ગુન્હો નોંધાવ્યો હતો. 

ઝડપાયેલાં ત્રણેય ઈસ્મ રીઢા ગુનેગાર, તમામનો ઈતિહાસ ગુન્હાહીત 

દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપાયેલા ત્રણેય શખ્સ વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે. જેમાં હથિયાર સાથે ઝડપાયેલ જગદીશ ઉર્ફે માંદો બારડ વિરૃદ્ધ અગાઉ ચોરી, પ્રોહીબિશન એક્ટ હેઠળ અલગ અલગ પોલીસ મથકમાં છ ગુના દાખલ થયા છે. ઉપરાંત તેની વિરુદ્ધ પાસા હેઠળ પણ કાર્યવાહી થયેલી છે. જયારે, ભરત ભુપતભાઈ પરમાર વિરૃદ્ધ પણ અલગ અલગ પોલીસ મથકોમાં ૧૯ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. અને તેની વિરુદ્ધ પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે હર્ષદીપસિંહ ચુડાસમા વિરૃદ્ધ પણ બોરતળાવ પોલીસ મથકમાં અલગ અલગ ચાર ગુના નોંધાયેલાં હોવાનું પોલીસ સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું. 



Google NewsGoogle News