પાલિતાણાના વીરપુર ગામે માથાભારે લોકોએ સરકારી જમીન પચાવી પાડી
- સરકારી નોટિસની બજવી છતાં ગણકારી નહીં
- પાલિતાણા સર્કલ ઓફિસરની એક મહિલા સહિત 8 સામે પોલીસમાં ફરિયાદ
પ્રાપ્ત માહિતી અનુસાર પાલિતાણાના વીરપુર ગામે આવેલ સર્વે નં.૧૦૯ પૈકી ૧૧ની સરકારી પડતર જમીનની ૩૨૩૬ ચો.મી. જગ્યા ઉપર મથુર પોપટભાઈ ચૌહાણ, બુધા પોપટભાઈ ચૌહાણ, લીલાવતીબેન બુધાભાઈ ચૌહાણ, વિનુ પોપટભાઈ ચૌહાણ, અશોક પોપટભાઈ ચૌહાણ, મુકેશ કુરજીભાઈ ચૌહાણ, ભાવેશ કુરજીભાઈ ચૌહાણ અને જયેશ કુરજીભાઈ ચૌહાણ (રહે, તમામ વીરપુર)એ અનધિકૃત કબજો કરી સરકારી જમીન પચાવી પાડી હતી. જે અંગે અરજી થયા બાદ તમામ લોકોને તાત્કાલિક ધોરણે જમીનનો કબજો ખાલી કરી દેવા હુકમ કરાયા બાદ નોટિસ પણ પાઠવવામાં આવી હતી. તેમ છતાં સરકારી પડતર જમીનનો કબજો ખાલી ન કરતા આજે સોમવારે પાલિતાણાના સર્કલ ઓફિસર (નાયબ મામલતદાર) સુધીરકુમાર પુનાભાઈ ખસિયા (ઉ.વ.૫૨, રહે, ૪૭૬૧, સિધ્ધિ વિનાયક સોસાયટી, શહેર ફરતી સડક, ભરતનગર પાસે)એ ઉપરોક્ત તમામ આઠેય વિરૂધ્ધ પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ ૩, ૪ (૧), ૪ (ર), ૪ (૩) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.