સુભાષનગરમાં મકાનમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝબ્બે

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
સુભાષનગરમાં મકાનમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝબ્બે 1 - image


ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડયો

પીરછલ્લાનો જીતુ કચોરી દારૂની ૯૦ બોટલ મુકી ગયાનો કબૂલાત

ભાવનગર: શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી વિલાયતી દારૂ સાથે શખ્સને દબોચી લીધો હતો. આ દારૂની બોટલો પીરછલ્લાના જીતુ કચોરીની હોવાનું પૂછતાછમાં બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સુભાષનગર, નાગર સોસાયટી સામે, દેવીપૂજકવાસવાળા ખાંચામાં રહેતો ધર્મેન્દ્ર જોરૂભાઈ સિસોદિયા નામના શખ્સના રહેણાંક મકાનના ફળિયામાં વિદેશી દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર એલસીબીની ટીમે મધરાત્રિના સમયે દરોડો પાડી વિદેશી દારૂની ૯૦ બોટલ સાથે ધર્મેન્દ્ર ઉર્ફે અર્જુન સીસોદિયાની ધરપકડ કરી હતી. જેની પૂછતાછમાં દારૂની બોટલો પીરછલ્લામાં રહેતો તેનો મિત્ર જીતેન્દ્ર ઉર્ફે જીતુ કચોરી બાબુભાઈ પરમાર નામનો શખ્સ ગઈકાલે સાંજે સાચવવા માટે ઘરે મુકી ગયાની કબૂલાત આપી હતી. જેના આધારે એલસીબીએ બન્ને શખ્સ સામે ઘોઘારોડ પોલીસમાં પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.



Google NewsGoogle News