સૌરાષ્ટ્રમાં જુગાર રમતાં ૧૯ શખ્સો રૃા.૨.૬૫ લાખ રોકડ રકમ સાથે ઝબ્બે
હળવદના જૂના ધજાળા,
અમરેલીમાં જુગાર દરોડા
અમરેલીના જૂના યાર્ડમાં એન્જલ લોર્ડસ હોટલમાં રૃમ ભાડે રાખી જુગાર અડ્ડો ચલાવાતો હતો
અમરેલી એલસીબી ને માહીતી મળતાં ફેજલ ફારૃકભાઈ કુંડલીયા
રહે.અમરેલી, મોટા
કસ્બાવાડ જે જુના માર્કેટ યાર્ડમાં આવેલ
હોટલ એન્જલ લોર્ડસમાં રૃમ નંબર ૧૧૦ બુક કરાવી, બુક કરેલ રૃમમાં માણસો બોલાવી, જુગાર રમાડી
જુગારનો અડ્ડો ચલાવે છે અમરેલી એલસીબી એ રેઈડ દરમિયાન જુગાર ધામ પકડી પાડયું હતું.
જુગારનો અડ્ડો ચલાવનાર તથા જુગારના અડ્ડામાં જુગાર રમતા કુલ- ૧૧ શખ્સો ને રોકડ રકમ, મોબાઇલ ફોન, વાહન તથા જુગાર સાહિત્ય સાથે ઝડપી લઇ, તમામ સામે જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. આ દરોડામાં ફેજલભાઈ કુંડલીયા (ઉ.વ.૩૦, રહે.અમરેલી), સાકીરભાઈ ઓસમાણભાઈ નાગાણી (ઉ.વ.૪૩ રહે.અમરેલી), સીરાજભાઈ બીલખીયા (ઉ.વ.૩૨-રહે.અમરેલી), ઈમ્તીયાઝભાઈ ડાયાતર (ઉ.વ.૩૧-રહે.અમરેલી), રહીશભાઈ માલવીયા (ઉ.વ.૩૬, રહે જુનાગઢ), રહીશભાઈ કુરેશી (ઉ.વ.૩૩-રહે. અમરેલી), અમીનભાઈ શેખાણી (ઉ.વ.૪૨-રહે.અમરેલી), આરીફભાઈ જીરૃકા (ઉ.વ.૩૬-રહે.અમરેલી), સીકંદરભાઈ નગરીયા (ઉ.વ.૪૪-રહે.અમરેલી), આરીફભાઈ જેઠવા (ઉ.વ.૪૩-રહે.અમરેલી), શકીલ અહેમદ રહેમાન સૈયદ (ઉ.વ.૩૪-રહે.અમરેલી)ને ઝડપી લીધા હતા જેમાં રોકડા રૃા. ૧,૧૯,૨૦૦ તથા મોબાઈલ ફોન નંગ - ૧૦ ૨,૧૪,૦૦૦તથા સ્કુટર વાહન નંગ - ૫ કિ.રૃ. ૧,૩૦,૦૦૦ તથા જુગાર સાહિત્ય વિગેરે મળી કુલ ૪,૬૩,૨૦૦ નો મુદ્દામાલ અમરેલી પોલીસે કબજે કર્યા હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.