રાણાવાવમાં બે વર્ષના બાળક પાસે બંદૂકમાં ભડાકો કરાવનારને પોલીસે ઝીંક્યો કાયદાનો તમાચો

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
રાણાવાવમાં બે વર્ષના બાળક પાસે બંદૂકમાં ભડાકો કરાવનારને પોલીસે ઝીંક્યો કાયદાનો તમાચો 1 - image


પ્રૌઢ તથા તેના ભાઇની એસઓજી દ્વારા ધરપકડ

પાક રક્ષણ માટેની બંદૂક બાળકના હાથમાં પકડાવી ફાયરીંગ કરાવતા તેનો વીડિયો સોશ્યલ મીડિયામાં થયો હતો વાયરલ

પોરબંદર: પોરબંદરના સોશિયલ મીડિયામાં બે વર્ષનો બાળક હાથમાં બંદુક લઈને ઉભો છે.અને તેની સાથે રહેલો એક આધેડ બંદુકમાંથી તેને ફાયરીંગ કરાવી રહ્યો હતો .અને બાળકે તેનાથી ફાયરીંગ કર્યું હતું. આ પ્રકારનો વિડીયો વાયરલ થતા પોલીસે રાણાવાવના આધેડ અને તેના ભાઈની ધરપકડ કરી છે.

એસ.ઓ.જી. સ્ટાફની ટીમ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી. તે દરમ્યાન સોશ્યલ મીડીયામા વોટસઅપ તથા બીજી એપ્લીકેશનમા વોચ રાખતા એક વ્યક્તિએ નાના બાળક સાથે હથીયારનો વિડિયો બનાવ્યો હતો. જેમાં બે વર્ષના  એક બાળકને એક આધેડ ફાયરીંગ કરાવતો હતો. અને વોટસઅપ ગુ્રપમાં મુકી પ્રજામાં ભયનું વાતાવરણ ઉભુ કરેલ. જે બાબતેનો સોશ્યલ મીડીયામાં વિડિયો મુકેલ હતો. આ વિડીયો એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એસ. જુણેજાના મોબાઈલમાં આવ્યો હતો.

જે બાબતે એસ.ઓ.જી.  સ્ટાફના માણસો દ્વારા તપાસ કરતા આ વિડિયોમાં નાના બાળક સાથે બંદુકથી વિડિયો બનાવેલ ઈસમ બાબતે તપાસ કરતા આ ઈસમ રાણાવાવ સ્ટેશન પ્લોટ ખાતે રહેતો બોધાભાઈ ખીમાભાઈ ડાભી છે. જેઓએ પોતાના મોટાભાઈ ભાયાભાઈ ખીમાભાઈ ડાભીનું લાયસન્સવાળુ મઝલ લોડ ડબલ બેરલ બંદુક લઈને વિડિયો બનાવી સોશ્યલ મીડીયામાં મુકી પ્રજામાં ભયનું વાતાવરણ ઉભંુ કરેલ હોય જે બાબતે બન્ને આરોપીઓને પકડી પાડી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે હથીયાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.આ ગુન્હામાં રાણાવાવના સ્ટેશન પ્લોટ ફોરેસ્ટ ઓફીસની સામે ધ્રાફા પ્લોટમાં રહેતા બોધાભાઈ ખીમાભાઈ ડાભી (ઉ.વ.૫૦) અને ભાયાભાઈ ખીમાભાઈ ડાભીની ધરપકડ કરી છે.

અહીં સામું જો, હજી ના ફોડતો ... ધડામ ... વાહ!

પોરબંદરના સોશિયલ મીડિયામાં ફાયરીંગનો જે વિડીયો વાયરલ થયો છે, જેમાં બોઘાભાઈ ડાભી બાળકને હાથમાં બંદુક પકડાવે છે અને બાળક ફાયરીંગ કરવાની કોશિષ કરે ત્યાર ેબાળકને  અહી સામું જો, હજી ના ફોડતો લાવ ધ્યાન રાખજે, ત્યારબાદ બાળક 'મારું મારું' તેમ કહે છે અને ત્યારબાદ તેને આદેશ આપવામાં આવતા ટ્રીગર દબાવે છે. અને બાળક સાથે રહેલા વડીલો હાટ .... વાહ .... કહીને બિરદાવે છે,પરંતુ બાળક ફાયરીંગ થતા ભડકી જાય છે.

પાક રક્ષણ માટેની લાયસન્સવાળી બંદૂકનો દુર ઉપયોગ

પોરબંદર પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે,ભાયાભાઈ ખીમાભાઈ ડાભીએ પાકના રક્ષણ માટે ઈ.સ.૨૦૦૫ માં લાયસન્સ મેળવી મઝલ લોડ ડબલ બેરલ બંદુક ખરીદી હતી અને હથીયાર લાયસન્સની શરતનો તેમને ભંગ કર્યા છે. તેથી આ ગુન્હામાં પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરાઈ છે.


Google NewsGoogle News