રાણાવાવમાં ચોરીના ઇરાદે રેકી કરતી ગેંગ ઝડપાઇઃ 19 ચોરીનો ભેદ ખૂલ્યો
૩ તસ્કરો પાસેથી ચોરીના ૬ મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે
કુતિયાણા, રાણાવાવ ઉપરાંત કચ્છ, ધોરાજી, ભાવનગર, જૂનાગઢ, મોરબી, માણાવદર, વંથલી, કેશોદ વગેરે વિસ્તારોમાં ચોરી કર્યાની કબૂલાત
એલસીબીનો સ્ટાફે રાણાવાવ પો. સ્ટે. વિસ્તારમાં
પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે રાણાવાવ નગરપાલિકાના બગીચા પાસે
મફતીયાપરા તરફ જતા રસ્તા ઉપર ત્રણ ઇસમો ચોરી કરવા માટે રેકી કરી રહ્યા છે. જે
ત્રણેય પાસે ચોરી અથવા છળકપટથી મેળવેલ મુદ્દામાલ હોવાની હકીકત મળતાં તપાસ કરતાં
ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી આવેલ હોય અને ત્રણેય ઇસમો પાસેથી મોબાઇલ ફોન નંગ-૬
તથા ચાંદીના દાગીના મળી આવતા ત્રણેય પાસે સદરહું મુદ્દામાલના બીલ કે આધાર માંગતા
પોતાની પાસે નહીં હોવાનું જણાવતા ત્રણેય ઇસમોને ધોરણસર અટક કરવામાં આવેલ તેમજ મળી
આવેલ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતાં ચોરીઓ કરેલાની હકીકત જણાવેલ છે.
પોરબંદર પોલીસે મૂળ ગોંડલ પંથકનાં તથા હાલ કચ્છમાં રહેતા
ત્રણ શખ્સો ભનુ ઉર્ફે મનસુખ શંભુભાઈ વાજેલીયા (ઉ.વ.૫૦), રાહુલ ઉર્ફે
સિક્કો ઉર્ફે સલીમ ભનુ ઉર્ફે મનસુખ વાજેલીયા (ઉ.વ.૨૩) બાવલો ઉર્ફે બાવ ઉર્ફે અશોક
બાબુભાઈ ચારોલીયા (ઉ.વ.૪૫) (રહે. ત્રણેય મુળ ગામ ગરનાળા ગામ તા ગોંડલ જી. રાજકોટ
હાલ ખારોઇ ગામ રિલાયન્સ પેટ્રોલ પંપ સામે મંદિર પાસે, તા. ભચાઉ જી.
કચ્છ)ની ધરપકડ કર્યા બાદ પુછપરછ કરતાં ૧૯ જેટલા ગુનાઓ તેઓની સામે નોંધાયા હોવાનું
ખુલ્યું છે.
આ તસ્કર ગેંગે કચ્, ધોરાજી, કુતિયાણા, ભાવનગર, જૂનાગઢ, મોરબી, માણાવદર, કેશોદ, વંથલી, મિંયાણા વગેરે વિસ્તારોમાંથી ૧૯ જેટલી ચોરી કર્યાનું કબૂલતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.