પાલિતાણામાં પગાર મુદ્દે સફાઈ કામદારોની હડતાલ યથાવત
- દિવાળી બાદ હવે પગારની તારીખ પણ વિતી છતાં ફદિયું પણ નથી ચૂકવાયું
- પગારનો પ્રશ્ન હલ નહીં થાય તો નગરપાલિકા કમ્પાઉન્ડમાં છાવણી નાંખી ઉપવાસ આંદોલન અને ચક્કાજામ સહિતના કાર્યક્રમો યોજવાની ચિમકી
પાલિતાણા નગરપાલિકાના સફાઈ કામદારોને એડવાન્સ પગાર ચૂંકવવામાં ન આવતા તેમની દિવાળી તો બગડી જ હતી. પરંતુ પગારની તારખી પણ હવે વિતી ગઈ હોવા છતાં પગારનું એક ફદિયું પણ આપવામાં આવ્યું નથી. જેના કારણે સફાઈ કામદારોનું હડતાલ હજુ યથાવત રહી છે. હવે જો પગારનો પ્રશ્ન હલ નહીં થાય તો આગામી દિવસોમાં નગરપાલિકા કમ્પાઉન્ડમાં છાવણી નાંખી ઉપવાસ આંદોલન છેડવા તેમજ ચક્કાજામ સહિતના કાર્યક્રમો યોજવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનિય છેે કે, સફાઈના અભાવે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, સફાઈ કામદારોની માંગણી પણ વ્યાજબી હોવા છતાં ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ કે રાજકીય નેતાઓ ઉપેક્ષા કરી રહ્યા હોય, કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.