મોરબીમાં રાણીબા સહિત છ આરોપીને શુક્રવાર સુધી રિમાન્ડ પર સોંપાયા
યુવાનને માર મારવાનાં પ્રકરણમાં વધુ ત્રણની ધરપકડ
કુલ ૧૨ સામે ગુનો નોંધાયો, એક જેલ હવાલે છે, છ આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા
મોરબી: મોરબીની રવાપર ચોકડીએ પગાર માગવા બાબતે યુવાને માર મારવાના કેસમાં ૧૨ આરોપીઓ સામે ફરિયાદ નોધાઇ હતી જેમાં ગઈકાલ સુધી ચાર આરોપી ઝડપ્યા હતા તો આજે વધુ ત્રણ આરોપીઓને પોલીસ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો એક આરોપી જેલ હવાલે છે આજે છ આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે શુક્રવાર સુધી રિમાન્ડ મંજુર કર્યા છે.
બનાવની મળતી વિગતમ મુજબ મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગ કરનાર અનુસૂચિત જાતિના યુવાન નીલેશ દલસાણીયા માર મારી જ્ઞાાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં ૧૨ વિરુદ્ધ ગુનો નોંવામાં આવ્યો હતો. જે ફરિયાદને પગલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી ડી રબારી એમ પાંચ આરોપીએ નામ જોગ ફરિયાદ હતી અને અન્ય ૭ આરોપીઓ સહિત કુલ ૧૨ સામે ફરિયાદ નોધાઇ હતી. જેમાં પોલીસે તપાસ ચલાવતા હોય જેમાં આરોપી ડી ડી રબારીને ઝડપી લેવામાં આવ્યો હતો જેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. તો અન્ય આરોપીને જેમાં રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ સહિતના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. અને આજે વધુ ૩ આરોપીઓ જેમાં પરીક્ષિત ભગલાણી, ક્રીશ મેરજા અને પ્રિત વડસોલા સહિતના વધુ ત્રણ આરોપીના પોલીસ સમક્ષ હાજર થયા હતા પોલીસે ૬ આરોપીને ૫ દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કર્યા હતા જેમાં મોરબી કોર્ટે શુક્રવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
મોરબીના ચકચારી રાણીબા પક્રરણમાં આજે મુખ્ય આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિતના છને આજે કોર્ટેમાં પાંચ દિવસના રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જેમાં રિમાન્ડ માંગમાં લુંટમાં ગયેલા રૂપિયા કબજે કરવા અન્ય આરોપીના નામ જાણવા તેમજ આટલા દિવસ આરોપી ક્યાં હતા તેવા મુદાઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખી કોર્ટે શુક્રવાર સુધી રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.