Get The App

મોરબીમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું

Updated: Apr 26th, 2023


Google NewsGoogle News
મોરબીમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું 1 - image


બંનેનાં ફોટા પાડી લઈને તરૂણીને બ્લેકમેઈલ કરવા લાગ્યો 

દરરોજ શાળા અને ટયુશનમાં જતી વખતે તરૂણીને સંબંધ રાખવા માટે ધાક-ધમકી આપવા લાગતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી 

મોરબી: મોરબી પંથકમાં હિંદુ સગીરાને ફસાવી દુષ્કર્મ આચરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં વધુ એક સગીરાને વિધર્મી યુવાને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચરી બાદમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધી હેરાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોરબી શહેરની રહેવાસી સગીરાએ ધોરણ ૧૦ ની પરીક્ષા આપી હતી અને શાળામાં અભ્યાસ કરતી હતી. ત્યારે તેની સાથે અભ્યાસ કરતી છોકરીને કાલિકા પ્લોટમાં રહેતો હસન સંધી મળવા માટે આવતો હતો. જેથી એકાદ વર્ષ પહેલા પરિચય થયો હતો. વર્ષ ૨૦૨૨ ના જુન મહિનામાં સગીરા ટયુશન કલાસીસમાં જતી હતી. ત્યારે હસન સંધીએ દેવ ફનવર્લ્ડમાં ફરવા જવું છે કહીને સગીરાને સાથે લઇ ગયો હતો. દેવ ફનવર્લ્ડમાં હસને એક રૂમ ભાડે રાખ્યો હતો, જ્યાં દબાણ કરીને મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં ગાર્ડનમાં મોબાઈલ ફોનમાં બંનેના ફોટો પાડયા હતા. બાદમાં તરૂણીએ તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું અને મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. જેથી શાળા અને ટયુશનમાં જતી ત્યારે હસન સંધી સગીરાને મળીને  ફનવર્લ્ડમાં ફોટા પાડયા હતા તે વાયરલ કરવાની ધમકી આપતો હતો. ગત તા. ૧૩ એપ્રિલના રોજ શાળાએ જતી હતી. ત્યારે ફોટો વાયરલ કરવાની ધમકી આપી રવાપર રોડ પર એક કપડાની દુકાનમાં બોલાવી હતી. જ્યાં અન્ય કોઈ હાજર ના હતું અને શટર બંધ કરી જબરદસ્તી કરવા લાગ્યો હતો જેથી સગીરા ભાગીને ઘરે જતી રહી હતી અને સમગ્ર બાબતે માતાને વાત કરી હતી. જો કે અને બદનામીના ડરે  ેતેમણે કોઈને વાત કરી ના હતી. પરંતુ બાદમાં પણ હસન સંધી સગીરાને શાળા કે ટયુશન જાય ત્યારે રસ્તામાં રોકી સંબંધ નહિ રાખ તો ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો. જેથી કંટાળીને આખરે ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૬૩, ૩૭૬ (૩) તથા પોક્સો એક્ટની કલમ ૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે  


Google NewsGoogle News