મોરબીમાં પરસ્ત્રી સાથેના પ્રેમસંબંધમાં યુવાનની લાકડી તથા છરીના ઘા ઝીંકી હત્યા

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
મોરબીમાં પરસ્ત્રી સાથેના પ્રેમસંબંધમાં યુવાનની લાકડી તથા છરીના ઘા ઝીંકી હત્યા 1 - image


ખાટકીવાસના નાકા પાસે કરાયેલો હુમલો

પરિણીત પ્રેમિકાને મળવા ગયેલા યુવાનનો તેના પતિ તથા દિયરે કારમાં પીછો કરી મોતને ઘાટ ઉતાર્યો

મોરબી :  મોરબીમાં પરિણીત વિધર્મી યુવકને પરી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેને મળવા ગત રાત્રે ગયો હતો. તે અંગે ખબર પડતા  યુવાનનો પીછો કરી  ખાટકીવાસ નાકા પાસે પરિણીત પ્રમિકાના પતિ તથા દિયરે લાકડી અને છરીના ઘા મારી  હત્યા નિપજાવતા બનાવ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના પરષોતમ ચોક શેરી નં ૪ માં રહેતી સલમાબેન તોફીકભાઈ ચાનિયાએ આરોપીઓ ધર્મેન્દ્ર  ઉર્ફે ધમો જગદીશ કોલી અને નરેન્દ્ર ઉર્ફે ભૂરો ઉર્ફે મોદી જગદીશ કોળી (રહે બંને વિસીપરા બિલાળી મસ્જીદ પાસે મોરબી) સામે પોતાના પતિ તોફીક ચાનિયાની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ત્રણેક વર્ષથી તેના પતિ તોફીકને આરોપી ધર્મેન્દ્રની પત્ની રીંકલ સાથે પ્રેમસંબંધ હોવાથી તે તેણીને મળવા જતો હતો. જે બાબતે એકાદ વર્ષ પૂર્વે બોલાચાલી થઇ હતી. જે બાબતની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. છતાં તોફીક અવારનવાર રીન્કલને મળતો હતો અને રીન્કલ પણ તેમના ઘરે તોફીકને મળવા આવતી જતી હતી. જે બાબતે ફરિયાદી સલમાબેન રીન્કલને ઘણીવાર સમજાવતી કે તું મારા પતિ સાથે સંબંધ તોડી નાખ છતાં રીન્કલ સાથે પતિને પ્રેમ સંબંધ હોય અને પતિ તેના ઘરે મળતા જતો હતો. જેની જાણ રીન્કલના પતિ ધર્મેન્દ્ર  અને તેના દિયર નરેન્દ્ર તેમજ ઘરના સભ્યોને હોય જેથી તેઆને તોફીક સાથે અવારનવાર ઝઘડો અને બોલાચાલી થતી હતી.

ગત રાત્રીના  ઘરે વાળુ-પાણી કરી અને  સાડા અગિયાર વાગ્યે તોફીક  ઘરેથી એકટીવા લઈને વિસીપરામાં રીન્કલના ઘરે મળવા ગયો હતો અને રીન્કલના પતિ ધર્મેન્દ્ર કોળી અને તેનો ભાઈ નરેન્દ્ર કોળીને જાણ થઇ જતા બંનેએ સ્કોર્પીઓ કાર લઈને પીછો કરી  પાછળ ખાટકીવાસના નાકા પાસે આવી ઝપાઝપી કરી લાકડી અને છરીના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી તોફીકનું મોત નીપજાવ્યું હતું. મોરબી એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે  


Google NewsGoogle News