લીંબોડા ગામે 4 શખ્સનો પિતા - પુત્ર પર ધારિયા વડે હુમલો
- ગોડાઉન બનાવવા માટે ટ્રેકટરમા છોળીયાના ફેરા નખવ્યા હતા
- યુવાનના ભાગમાં આવેલી પોણા બે વિઘા જમીન જમીન દાદાના દીકરાને આપવી નહતી
આ બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે બોટાદ તાલુકાના લીંબોડા ગામે રહેતા મથુરભાઈ માધાભાઈ ધરાજીયાના મૃતક દાદી રમુબેનની સાડા સાત વિઘા જમીન આવેલી છે.આ જમીનમાં પોણા બે વિઘા જમીન મથુરભાઈનાં ભાગમાં આવેલી છે. આ જમીન દાદાના દીકરા અરવિંદ ત્રિકમભાઇ ધરજીયા,ઘનશ્યામ ત્રિકમભાઇ ધરજીયા આપવા માંગતા ન હતા. મથુરભાઈ તથા પિતા માધાભાઇ ગોડાઉન બનાવવા બે ટ્રેકટરના ફેરા છોળીયાના નખવ્યા હતા. આ છોળીયુ ઉપરોક્ત શખ્સોએ ફોળી નાખેલ હોય જે બાબતે પિતા પુત્રએ છોળીયુ કેમ ફોળી નાખ્યુ તેમ પુછતા ચારેય શખ્સે ગાળો બોલવા લાગ્યા હતા.ગાળો બોલવાની ના પાડતા વિજય પ્રેમજીભાઇ મેર,કાળુ લધુભાઇ મેરે પિતા માધાભાઇને પકડી રાખી અરવિંદે લોખંડના હાથા વાળુ ઘારીયુ ડાબા પગે નળાના ભાગે બે ઘા મારી ભાંગી નાખી ગંભીર ઇજા કરી હતી.તથા ડાબા હાથે કાંડા પાસે ધારીયાનો ઉંધો ઘા મારી ભાંગી નાખી ગંભીર ઇજા કરી તથા ઘનશ્યામએ જમણા પગે નળાના ભાગે કુહાડાના ઉંધા બે ત્રણ ઘા મારી ભાંગી નાખી ગંભીર ઇજા કરી હતી. તથા મથુરભાઈ છોડાવવા વચ્ચે પડતા અરવિંદએ ધારીયાનો ઉધો ઘા માથાના ભાગે મારી ઇજા કરી તથા ઘનશ્યામએ કુહાડાના હાથાનો એક ઘા પીંડીના ભાગે તથા એક ઘા સાથળમાં મારી મુંઢ ઇજા કરી તમામ શખ્સે પિતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પાળીયાદ પોલીસ મથકમા માંથૂરભાઈએ ચાર શખ્સ વિરુદ્ધ બીએનએસ ૧૧૮(૨), ૧૧૭(૨), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧, ૩૫૧(૩), ૫૪ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ નોધાવતા પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે.