કુંભારવાડામાં પરિવાર અગાસીમાં સૂતો રહ્યો અને તસ્કરો હાથફેરો કરીને ફરાર
- તિજોરીમાં રાખેલા સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ
- કેબલ ઓપરેટરે અજાણ્યા તસ્કરો સામે પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો
ભાવનગર : શહેરના કુંભારવાડા વિસ્તારમાં કેબલ ઓપરેટર અને તેમનો પરિવાર ત્રીજા માળે અગાસીમાં સૂવા ગયો ત્યારે બેડરૂમની તિજોરીમાંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી શહેરના કુંભારવાડા, નારી રોડ, કોહિનૂર કેબલની બાજુમાં, સંતોકબાઈ કમ્પાઉન્ડ મીલ પાસે રહેતા અને કેબલનો ધંધો કરતા વસીમભાઈ અલારખભાઈ મિયાણી (ઉ.વ.૩૩) તેમજ તેમનો પરિવાર ગત તા.૩-૬ના રોજ મોડી રાત્રિના સમયે ત્રીજા માળની અગાસીમાં સૂવા ગયો હતો. ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ નીચેના માળે બેડરૂમમાં પ્રવેશી તિજોરીનો લોક તોડી તેમાં રાખેલા રોકડ રૂા.૬૧,૫૦૦, સોનાના બે ચેન, બુટ્ટી સાથેનો સોનાનો સેટ મળી કુલ રૂા.૧,૦૭,૬૫૦ના મુદ્દામાલની ચોરી કરી હતી. જે બનાવ અંગે વસીમભાઈ મિયાણાએ બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.