જામનગરમાં 103 લોકો ઓનલાઇન રોકાણનાં નામે છેતરપિંડીનો શિકાર
- એસ.પી.ને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ
- ખાનગી કંપનીના સંચાલકો રોકાણનાં બહાને 32.68 લાખની ઠગાઇ કરી રફૂચક્કર
જામનગર શહેરના કેટલાક રોકાણકારો સાથે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરનારી મ્હીપોબ સ્પાર નામની કંપનીના અિધકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ને મોબાઈલ ફોન પર વાતચીત કરતાં હતા, જે શખસો ગ્રાહકોને ઓનલાઈન રોકાણના નામે લોભામણી સ્કીમો આપીને ગ્રાહકોને આકર્ષતા હતાં, અને રોકાણ કરાવતા હોવાનું ભોગ બનેલા ૧૦૩ લોકોએ જણાવ્યું હતું.
જામનગર શહેરના રહેવાસીઓ છેલ્લા થણા સમયથી ચાલતી ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરનારી મ્હીપોબ સ્પાર નામની ખાનગી કંપનીના જવાબદાર અિધકારીઓ, કર્મચારીઓએ ઓનલાઈન રોકાણ કરનાર લોકોને લોભામણી સ્કીમો આપીને થોડા થોડા સમયના અંતરે રોકાણ મુજબનું વળતર પણ કંપની ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં જમા કરાવતી હતી. જે બાદ કંપનીએ અચાનક જ રોકાણનું વળતર ચુકવવાનું બંધ કરી દઈ કંપનીના અિધકારીઓએ ફોન ઉપાડવાનું તેમજ વોટસએપ દ્વારા કરેલાં મેસેજના જવાબ આપવાનું પણ બંધ કરી દીધું છે, જેથી રોકાણકારોને ખ્યાલ આવી ગયો હતો કે, તેઓની સાથે છેતરપીંડી થઈ છે.
આવા જામનગર શહેરના ઓનલાઈન રોકાણ કરનારા ૧૦૩ લોકો ભેગા થયા હતા, અને પોતાએ ગુમાવેલી રકમ સાથે લેખિતમાં એસપીને રજુઆત કરી છે, જેમાં ૧૦૩ લોકોએ રૂ.૩૨,૬૮,૪૪૯ જેટલી રકમ ગુમાવ્યાનું સામે આવ્યું છે. આ ફરિયાદ અરજી પરથી પોલીસે તપાસ હાથ ધરી છે. કંપનીના જવાબદાર અિધકારીઓની તપાસ કરવામાં આવી રહી છે.