Get The App

ગોંડલમાં મજૂર પરિવારની સગીરા પર દુષ્કર્મ આચરતાં સગર્ભા બની

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
ગોંડલમાં મજૂર પરિવારની સગીરા પર દુષ્કર્મ આચરતાં સગર્ભા બની 1 - image


મધ્યપ્રદેશના પરિચિત યુવાન સાથે સંબંધ બંધાતાં બનેલી ઘટના

સોળ વર્ષની સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતાં માતા હોસ્પિટલે લઈ ગઈ ત્યાં ટેસ્ટ કરતા ગર્ભવતી હોવાનું ખૂલતા યુવાન સામે વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

ગોંડલ: ગોંડલમાં 16 વર્ષની સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડતા ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું.બાદમાં સગીરાએ દુષ્કર્મ ની  વિગત  પરીવાર ને જણાવતા વડીયા પોલીસે આરોપી યુવાન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ, ગોંડલ બી. ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા ખેતર વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ની ઘટના બની હતી. આ અંગે ફરિયાદમાં અપાયેલી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશનો એક ખેતમજુર પરિવાર ગોંડલની આશાપુરા ચોકડી નજીક તુલસી સોસાયટી આસપાસના વિસ્તારમાં આવતા ખેતરમાં ખેતમજૂરી કામ કરતો હતો.અહીં ખેતી કામ પૂર્ણ થતા અથવા અન્ય કોઈ કારણોસર આ પરિવાર અંદાજે બે મહિના પહેલાં અમરેલીના વડિયા પંથકમાં રહેવા ગયો  હતો.અને ત્યાં ખેતમજૂરી કામે કરતો હતો. આ પરિવારની ૧૬ વર્ષીય સગીરાને બેત્રણ દિવસ પેટમાં દુખાવો થતો હોય તેની માતા સગીરાને વડિયાની સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. અહીં તબીબોએ સગીરાનું ચેકઅપ કર્યું હતું.

મેડિકલ રિપોર્ટમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા ડોકટરો પણ ચોંકી ગયા હતા. વડિયા સરકારી હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટએ વડિયા પોલીસને જાણ કરી હતી. સગીરાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે, ગત સપ્ટેમ્બર માસમાં સગીરા તેના પરિવાર સાથે ગોંડલ ખાતે રહેતી હતી. અહીં નજીકનાં ખેતરમાં જ અજય નામનો યુવાન રહેતો હતો. જે પણ મુળ મધ્યપ્રદેશનો વતની હતો.તથા ગોંડલમાં ખેતમજૂરી કરતો હતો. તેણે સગીરાને ભોળવી ખેતર વિસ્તારમાં એકલતાનો લાભ લઈ બે વખત બળજબરી કરી દુષ્કર્મ આચાર્યું હતું. વડિયા પોલીસે  ઝીરો નંબરથી એફઆઇઆર નોંધી  કાગળો ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકને ટ્રાન્સફર કર્યાં હતા.  બી. ડિવિઝન પોલીસે બી. એન. એસ. ૬૪(૧) અને બી. એન. એસ. ૬૪(૨) તેમજ પોક્સોની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરીછે.


Google NewsGoogle News