ભાકોદર ગામે ચોરીની આશંકાથી યુવાન પર છરીથી હિચકારો હુમલો

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
ભાકોદર ગામે ચોરીની આશંકાથી યુવાન પર છરીથી હિચકારો હુમલો 1 - image


- જાફરાબાદ તાલુકામાં બનેલો બનાવ

અમરેલી : અમરેલી તા.૦૯થ- જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામનો એક ખેત મજુર ગામના ચબુતરાની અંદર બેઠેલ હતો ત્યારે મીઠાપુર ગામના  અજાણ્યા બે શખ્સે ધસી આવી ચોરીની આશંકાથી છરી વડે જીવલેણ હુમલો કર્યાની ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ હતી.

ખેત મજુર ચબૂતરા નીચે બેઠો હતો ત્યારે મીઠાપુરના યુવાને ધસી આવી છરી ભોંકી દઇ બે નાસી છૂટયા

પ્રાપ્ત વિગત મુજબ મધુભાઈ કડવાભાઇ ચાવડા (ઉ.વ. ૪૧) (રે ભાકોદર)  ગામે રહેતા ખેત મજુરે ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ હતું કે પોતે સાંજના સમયે ચબુતરા ની અંદર બેઠેલ હતો ત્યારે અશોક સુખાભાઈ મકવાણા રે મીઠાપુર વાળો શખ્સ અને એક અજાણ્યા શખ્સ સાથે આવેલ હતો અને ઓચીંતાજ છરી વડે જીવલેણ હુમલો કરી દીધેલ હતો.અને આજે તને જીવતો નથી છોડવો તેમ કહી મુંઢમાર અને છરી વડે માર મારવા લાગતા પોતે રાડારાડ કરી મુકતા પરિવારજનો તેમજ અન્ય શખ્સો ઘટના સ્થળે દોડી આવતા હુમલાખોર બંને શખ્સો બાઈક ઉપર નાસી છૂટેલ હતા આ હુમલાની ઘટનાના કારણે પાછળ હુમલાખોર અશોક મકવાણાના ઘરમાં ગત સાતમ આઠમના તહેવારમાં ચોરી થયેલ હતી જે ચોરીની આશંકાથી આ જીવલેણ હુમલો કર્યાની બંને સામે જાફરાબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ હતી



Google NewsGoogle News