બગદાણામાં પૂ. બાપાના ચરણોમાં શીશ નમાવતા હજારો ભાવિકો
- લાખો શ્રદ્ધાળુઓના હૃદય સિંહાસન પર બિરાજતા સદગુરુ બજરંગદાસ બાપાની તપોભૂમિમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી
- માનવ મહેરામણ વચ્ચે ધ્વજાપૂજન અને ધ્વજારોહણ બાદ મહિમાપૂર્ણ ગુરુપૂજન : હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો : હજારો સ્વયંસેવકોએ ખડેપગે સેવા બજાવી
ભાવનગર જિલ્લાના તમામ માર્ગો આજે જાણે કે બગદાણા તરફ જતા હતા. બગદાલમ ષિ, બગડેશ્વર મહાદેવ, બગદાણા ગામ, બગડ નદી અને બજરંગદાસબાપા એમ પાંચ 'બ'નો સુભગ સમન્વય ધરાવતા તીર્થસ્થળ ગુરુઆશ્રમ બગદાણા ખાતે આજે ધર્મમય માહોલ અને હર્ષોલ્લાસ સાથે હજારોની મેદની વચ્ચે ગુરુપૂણમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બગદાણા ધામ ખાતે હૈયે હૈયું દળાય તેવી ભીડ સાથે ભાવિકોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. સદગુરુ મહારાજના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે ગત રાત્રીથી જ શ્રદ્ધાળુઓ કોઈ પદયાત્રા કરીને તો કોઈ જુદાજુદા વાહનોના માધ્યમથી બગદાણા પહોંચ્યા હતા.
હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે વહેલી સવારના પાંચ કલાકે મંગલા આરતી સાથે ધામક વિધિ સહિતના કાર્યક્રમનો ધમધમાટ શરૂ થયો હતો. ચિક્કાર મેદની વચ્ચે ધ્વજા પૂજન અને ધ્વજારોહણ બાદ મહિમાપૂર્ણ ગુરુપૂજન થયું હતું. જેમાં ભક્તજનોએ વિધિ સાથે ગુરુપૂજન કર્યું હતું.
અહીં ભોજન પ્રસાદ માટે ખૂબ ઉત્તમ વ્યવસ્થા રહી હતી. ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ રસોડામાં ભોજન પ્રસાદની વ્યવસ્થા જળવાઈ હતી. જ્યાં પરંપરા અનુસાર અંગતમાં બેસીને હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અહીં બાપાના રંગે રંગાયેલા હજારો સ્વયંસેવક ભાઈઓ-બહેનોએ ખડે પગે રહીને નમૂનેદાર સેવા બજાવી હતી. દર્શનથી લઈને ચા-પાણી, પાકગ તેમજ સુરક્ષા, સફાઈ વગેરે વિભાગોમાં સ્વયંસેવકો નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા જોવા મળ્યા હતા. સમગ્ર વ્યવસ્થા માટે ગુરુઆશ્રમના સેવકો, કાર્યકરો, ટ્રસ્ટી મંડળ સહિતના સક્રિય રહ્યા હતા.
બાપાના એનઆરઆઈ ભક્તો વર્ષોથી ગુરુપૂર્ણિમા અને પૂણ્યતિથિએ આવે છે
બગદાણા ખાતે સદગુરુ સંત બજરંગદાસ બાપાના ધામ ખાતે દુબઈથી રસિકભાઈ સાગર, હિતેશભાઈ ઝવેરી, પુષ્પાબેન સહિતના દર વર્ષે ગુરુપૂણમાના દિવસે તેમજ બાપાની પુણ્યતિથિ મહોત્સવમાં સામેલ થવા આવે છે. દાયકાઓથી બાપાના દર્શને આવવાની પરંપરા વર્ષોથી શરૂ રહી છે. ચાલુ વર્ષે પણ તેઓ સૌ પરિવાર સાથે બાપાના ચરણોમાં શીશ નમાવવા પહોંચ્યા હતા.
બહેનોના રસોડા વિભાગમાં હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓની અનન્ય સેવા
બગદાણા ખાતે આવેલી સંત શ્રી બજરંગદાસબાપા હાઈસ્કૂલની સવાસો ઉપરાંતની વિદ્યાર્થિની બહેનોએ આજે બહેનોના રસોડા વિભાગમાં અનન્ય સેવા બજાવી હતી. જ્યારે સુરક્ષા વિભાગમાં ૨૩ બહેનોએ ખાખી ગણવેશ સાથે સેવા પૂરી પાડી હતી.
વર્ષ 2027 માં પૂ. બાપાની 50 મી પુણ્યતિથિ સુધીમાં 1 લાખ વૃક્ષ ઉછેરનો સંકલ્પ
સને ૨૦૨૭ના વર્ષમાં પૂજ્ય બાપાની ૫૦મી પુણ્યતિથિ સુધીના ત્રણ વર્ષના ગાળામાં એક લાખ વૃક્ષારોપણ કરીને અને તેને સાચવીને ઉછેર કરવાનો શુભ સંકલ્પ ગુરુ આશ્રમ દ્વારા થયો છે. આજે ગુરુપૂનમના દિવસે પણ આશરે સાડા સાત હજાર વૃક્ષના રોપા વિના મૂલ્ય યાત્રાળુઓને ફાળવવામાં આવ્યા હતા. અહીંથી દરરોજ વિનામૂલ્યે રોપા ફાળવવાનું કાર્ય શરૂ રહ્યું છે.
બગદાણા માર્ગ પર કચ્છ વાગડના મુંબઈ સ્થિત સેવાભાવીઓની ઉમદા સેવા
ગુરુપૂણમા નિમિત્તે બાપાના ધામ જઈ રહેલા પદયાત્રીઓ સહિતના તમામ યાત્રીઓ માટે ઠેર ઠેર ચા-પાણી, શરબત, ભોજન-નાસ્તાની વ્યવસ્થાઓ સામાજિક સંસ્થાઓ અને સેવાભાવીઓ દ્વારા થઈ હતી. જેનો પ્રારંભ સંત લહેરગીરીબાપુએ કરાવ્યો હતો. તેમાં ઠાડચ ગામના માર્ગ નજીક કચ્છ, વાગડના અને મુંબઈ સ્થિત સેવા ભાવીઓની ૩૦ સ્વયંસેવકોની ટીમે અહીં તમામ પ્રકારના ભજીયાઓ સાથેનો પ્રસાદ યાત્રીઓને પૂરો પાડી દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કાર્ય કર્યું હતું.
બગદાણા મંદિરની વેબસાઈટનું લોન્ચિંગ કરતા મુખ્યમંત્રી
આજે ગુરુપૂણમાના પાવન પર્વે રાજ્યના મુખ્યમંત્રી ગુરુઆશ્રમ ખાતે બજરંગદાસ બાપાના દર્શનાર્થે આવ્યા હતા. મુખ્યમંત્રી બગદાણા ખાતે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચતા ટ્રસ્ટી મંડળ સહિતનાએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે આશ્રમની વેબસાઈટ મ્છય્ઘછશછ્ઈસ્ઁન્ઈ.ચીીવઁઇ ફય્ઠનું લોચિંગ કરાયું હતું. આ વેબસાઈટ પર ઓનલાઈન દર્શન અને દાન સહિતની સુવિધા ઊભી કરાઈ છે.