મેં ભારત સરકારને દિલ્હીથી બહાર કાઢી દેશના ખુણે ખુણે પહોંચાડી-મોદી
રાયબરેલીમાં કોંગ્રેસે રાજકારણ કર્યું, મેં કામ કર્યું, મોદીની ગેરેંટી
એટલે પૂરી થાય તેવી-મોદી
૨૨ વર્ષ પહેલા આજના દિવસે જિંદગીની પ્રથમ ચૂંટણી રાજકોટથી
જીતી ગાંધીનગર ગયો, દરિયામાં
ડુબેલી શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીના દર્શનથી મને દિવ્ય અનુભૂતિ થઈ-નરેન્દ્ર મોદી
રાજકોટ : રાજકોટમાંથી જિંદગીની સૌ પ્રથમ ચૂંટણી જીતનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજકોટથી રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં એક દિવસમાં રૃ।.૪૮,૦૦૦ કરોડના જેમાં ગુજરાતના ૩૫,૭૦૦ કરોડના લોકાર્પણ-ખાતમુહુર્ત કરીને ઉપસ્થિત મેદનીને જણાવ્યું કે મેં ભારત સરકારને દિલ્હીથી બહાર કાઢીને દેશના ખુણે ખુણે અને આજે રાજકોટ પહોંચાડયું છે. એક સમય હતો જ્યારે મુખ્ય કાર્યક્રમ માત્ર દિલ્હીમાં થતા. આ એક કાર્યક્રમથી રાજ્યના અને દેશના અનેક શહેરોના લોકાર્પણ થયા છે, આ પહેલા જમ્મુથી આ રીતે લોકાર્પણ કર્યા હતા. તેમણે રાજકોટના ઋણને ભાવપૂર્વક સ્મરણ કર્યું અને દરિયામાં ડુબેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી દરિયાની અંદર જઈને દર્શન કરવાની પોતાની વર્ષો જુની ઈચ્છા પૂરી થઈ તે દિવ્ય અનુભૂતિને વર્ણવવા મારી પાસે શબ્દો નથી તેમ કહી ભાવવિભોર થયા હતા અને દેશને સશક્ત,સમૃધ્ધ કરીને વિશ્વમાં ત્રીજા ક્રમે લાવવા, લોકોને સમૃધ્ધ અને સ્વસ્થ કરવા લોકોને ગેરેંટી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં સુદર્શન સેતુ સહિત
લોકાર્પણો બાદ સાડાત્રણ વાગ્યે રાજકોટના જામનગર રોડ પર પરાપીપળીયા પાસે આવેલ
એઈમ્સની મુલાકાત લઈ ઉદ્ધાટન કરીને તેનું
નિરીક્ષણ કર્યું હતું. બાદ રાજકોટમાં જુના એરપોર્ટથી તેમનો ભવ્ય રોડ શો યોજાયો
હતો. રાસગરબા સાથે ૨૧ સ્ટેજ પરથી તથા
ઠેરઠેર પૂષ્પવર્ષાથી તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. રેસકોર્સમાં પાંચ વિશાળ
ડોમમાં યોજાયેલ સભામાં તેઓ પ્રથમવાર ખુલ્લી જીપમાં પ્રવેશ કર્યો હતો અને કાર્યકરો,લોકોનું અભિવાદન
ઝીલ્યું હતું.
રાજકોટમાં અર્ધી કલાકના પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે વધુમાં
જણાવ્યું એક સ્થળેથી દેશના અનેક સ્થળોના
લોકાર્પણોથી નવી પરંપરા અમે શરુ કરી છે. અબજો રૃ।.ના મેગા પ્રોજેક્ટોથી સમૃધ્ધ,સ્વસ્થ
અને સશક્ત રાષ્ટ્રનો માર્ગ અમે કંડાર્યો છે. વિકસીત ભારતનું સ્વાસ્થ્ય સ્તર અમે
સુધાર્યું છે, આઝાદીના
પચાસ વર્ષ સુધી એક જ એઈમ્સ હતી અમે ૧૦ દિવસમાં ૭ એઈમ્સના લોકાર્પણ,ખાતમુહુર્ત કર્યા
છે.આજે રાજકોટ ઉપરાંત ભટીંડા,રાયબરેલી, પંશ્ચિમ બંગાળના
કલ્યાણી,હરિયાણાના
મંગલગીરી સહિત પાંચ એઈમ્સનું લોકાર્પણ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે
રાયબરેલીમાં કોંગ્રેસે રાજનીતિ કરી,
પણ મોદીએ કામ કર્યું છે. ભૂતકાળના શાસકો માટે કૌભાંડ,ગોટાળા કરતા હતા, નિયત અને
નિષ્ઠામાં ખોટ હતી તેથી કામ થતા ન્હોતા. દેશના હિતને બદલે એક જ પરિવારને આગળ
વધારવાનું કામ કર્યું.
આત્મવિશ્વાસથી છલકાતા વડાપ્રધાને કહ્યું દેશ ત્રીજી વખત
એન.ડી.એ.સરકાર બને તેવા આશીર્વાદ આપી રહ્યો છે, જ્યાં બીજાની ઉમ્મીદ ખતમ થાય છે ત્યાં મોદીની ગેરેંટી શરુ
થાય છે. મોદીની ગેરેંટી એટલે ગેરેંટી પૂરી થવાની ગેરેંટી.
આયુર્વેદને સરકાર દ્વારા અપાતા મહત્વ અંગે તેમણે કહ્યું અમે
આધુનિક ચિકિત્સા અને પરંપરાગત ચિકિત્સાને સમાન કરી છે. જામનગર પાસે વિશ્વનું પ્રથમ
પરંપરાગત ચિકિત્સાનું કેન્દ્ર શરુ થનાર છે. યોગ, આયુષ અને સ્વચ્છતા ઉપર અમે ભાર મુક્યો છે.૨૩ રાજ્યોમાં
૨૦૦થી વધુ હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શીલાન્યાસ કર્યો છે. અનેક ગણી ગતિથી દેશનો
વિકાસ થઈ રહ્યો છે. જનૌષધિ કેન્દ્રોથી દેશની જનતાના ૩૦ હજાર કરોડનો દવા ખર્ચ બચ્યો, ઉજ્જવલા યોજનાથી
૧૮ હજાર કરોડ બચ્યા, મોબાઈલ
ડેટામાં દરેકના ચાર હજારનો બિલ મહિને બચે છે અને હજુ પી.એમ.સૂર્યઘર યોજનાથી અમે
૩૦૦ યુનિટ સુધીની વિજળી લોકોને ફ્રી મળે તેવી યોજના અમલી કરી છે. તેમાં બચત અને
કમાઈ બન્ને થશે. આ સાથે તેમણે સરકારની વિવિધ સિધ્ધિઓ વર્ણવી હતી.
દ્વારકાના પંચકુઈ બીચ પર સંગમ ઘાટ પાસે મોદીએ સ્કુબા
ડાઈવીંગ કરીને દરિયામાં ડુબીેલી પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કર્યા હતા.રાજકોટમાં
ભાવવિભોર થઈને તેમણે કહ્યું લાંબા સમયથી મારી ઈચ્છા હતી કે દ્વારકામાં ડુબેલી
દ્વારકાના દર્શન કરું. ભગવાન શ્રી કૃષ્ણએ નિર્માણ કરેલ આ પુરાતન નગરીની મેં પૂજા
કરી, સ્પર્શ
કર્યો, મોરપિચ્છનો સ્પર્શ કરાવ્યો ત્યારે મને દિવ્ય અનુભૂતિ થઈ તે
વર્ણવી શકતો નથી. ભારતના પ્રાચીન સમયમાં વિકાસનું સ્તર કેટલું ઉંચુ હતું તેના આ
દર્શન કરાવે છે.
આજે રાજકોટમાં ઘણુ જુનુ યાદ આવે છે, મારા જીવનનો
ગઈકાલે વિશેષ દિન હતો જ્યારે હું પ્રથમ ચૂંટણી રાજકોટથી જીત્યો હતો.રાજકોટે મને
પહેલીવાર ચૂંટયો. અને બરાબર ૨૨ વર્ષ પહેલા આજના દિવસ ૨૫ ફેબુ્રઆરીએ મેં પ્રથમવાર
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય પદના શપથ લીધા હતા. પેઢીઓ બદલાઈ ગઈ પણ મોદી મમાટેનો
સ્નેહ દરેક આયુસીમાથી પર રહ્યો છે,
આ કર્જને હું વ્યાજ સાથે વિકાસ કરીને ચૂકવવા પ્રયાસ કરું છું.
આ પહેલા ગત રાત્રે જામનગરમાં રોડ શોમાં લોકોનું અભિવાહન
ઝીલી રાત્રિ રોકાણ ત્યાં કરીને આજે સવારે વડાપ્રધાન દેવભુમિ દ્વારકા પહોંચ્યા હતા
જ્યો રૃ।.૯૭૮ કરોડના ખર્ચે ઓખાથી બેટદ્વારકા વચ્ચે બનેલા સુદર્શન સેતુનું લોકાર્પણ
કર્યું અને એન.ડી.એચ.ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધતા કહ્યું હતું કે દેશમાં
આધુનિક સુવિધાઓ ઉભી થતા ગત વર્ષે ૮૫ લાખ વિદેશી પર્યટકોએ ભારતની મુલાકાત લીધી
તેમાં ગુજરાતમાં ૧૫.૫ લાખ પ્રવાસી આવ્યા હતા. જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લાના
૪૧૦૦ કરોડના ૧૧ કામોની ભેટ આપીને એક સમયે વેપારી બંદર તરીકે વિખ્યાત ઓખાના ભવ્ય
ભૂતકાળને વર્ણવ્યો હતો.
તેમણે કહ્યું કે બેટદ્વારકા જતા શ્રધ્ધાળુઓ ફેરીબોટ પર
નિર્ભર હતા જે સમસ્યા માટે અગાઉ કેન્દ્રમાં વારંવાર રજૂઆત કરાઈ હતી પરંતુ, કામ મારા
ભાગ્યમાં લખાયેલું હતું. પરમાત્માના આ દાયિત્વને મેં નીભાવ્યું છે. લોકો માટે હવે
દ્વારકાધીશના દર્શન વધુ આસાન બનશે અને દિવ્યતાને ચાર ચાંદ લાગશે. તેમણે ગીર અભ્યારણ્ય, રણોત્સવ, નડાબેટ, ગીરનારના વિકાસ
તથા રાણીની વાવ, ચાંપાનેર, ધોળાવીરાને
વર્લ્ડ હેરીટેજનો દર્જ્જો,
ધોરડો શ્રેષ્ણ ગ્રામનો દરજ્જો મળ્યો તે સિધ્ધિ વર્ણવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતથી
રાજકોટ,અમદાવાદ,વડોદરા,સુરેન્દ્રનગર, કચ્છ સહિત રાજ્ય
તથા દેશભરના ૧.૧૦ લાખ કરોડના કામોના ચાર દિવસમાં લોકાર્પણ ખાતમુહુર્ત ઐતહાસિક છે.
કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ, કેન્દ્રીય મંત્રીઓ,
રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, જિ.પં.પ્રમુખ, મેયર, વદેકે ઉપસ્થિત
રહ્યા હતા.