હનીટ્રેપઃ યુવતીએ તબીબને પીણું પીવરાવી બેભાન બનાવ્યા, બિભત્સ વીડિયો ઉતારી 5 લાખ અને કાર માંગી
- ભાવનગરના નામી તબીબ દિવાળીના તહેવારોમાં પરિચિત યુવતીના ઘરે ગયા અને તેની જાળમાં આબાદ ફસાયા
- માંગણી ન સંતોષાય તો વીડિયો, ફોટો વાયરલ કરવાની ધમકી આપતાં તબીબ પોલીસ શરણે આવ્યા, પોલીસે અધેવાડા નજીક રહેણાંક ધરાવતી યુવતી વિરૂદ્ધ ગુન્હો નોંધી ઝડપી લીધી, બે દિવસના રિમાન્ડ પર
ભાવનગરમાં નાણાંકીય સધ્ધર અને નામી વ્યકિતઓને હનીટ્રેપ ફસાવવાના કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયાના એકથી વધુ કિસ્સા છે. તેવામાં આજે પ્રકાશમાં આવેલાં ચકચારી બનાવની વિગત એવી છે કે, ભાવનગરના એક નામી તબીબ ગૌરી નામની યુવતી સાથે પહેલેથી પરિચયમાં હતા.દરમિયાનમાં ગૌરીએ દિવાળીના તહેવાર દરમિયાન તબીબને શહેરના છેવાડે આવેલાં અધેવાડા વિસ્તારમાં આવેલાં ઓમ રેસીડેન્સી ગોવર્ધનનગરના પાંચમા માળે બોલાવ્યા હતા.યુવતીના આમંત્રણને માન આપી તબીબ સ્થળ પર ગયા હતા. જયાં બન્ને વચ્ચે ઔપચારિક વાતચીત બાદ તેણીએ તબીબને એક સફેદ કલર નું પ્રવાહી પીવડાવ્યું હતું. આ પીણું પીતા જ તબીબ બેભાન બની ગયા હતા.યુવતીએ બેભાન તબીબના અશ્લિલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. જો કે, થોડા સમય બાદ તબીબ ભાનમાં આવ્યા હતા. જેના પગલે યુવતીએ તેમની બેભાન અવસ્થામાં ઉતારેલાં વીડિયો અને ફોટા તેમને દેખાડયા હતા અને તે વાયરલ કરવાની ધમકી આપી બેલ્કમેઈલિંગ શરૂ કર્યું હતું.
યુવતીએ તબીબના ફોટો અને વીડિયો વાયરલ ન કરવા બાદલ તેમની પાસેથી રૂા.પાંચ લાખ રોકડા, અને એક સ્વીફ્ટ કારની માંગણી કરી હતી. અને માંગણી ન સંતોષાય તો તે વાયરલ કરવાની વાંરવાર ધમકી આપતાં તબીબ ભયભીત બની ગયા હતા. અને આજે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગવુ ઉર્ફે ગૌરી વલ્લભભાઈ ઢાપા (રહે. પાંચમાં માળે,ઓમ રેસિડેન્સી, ગોવર્ધનગર, અધેવાડા, ભાવનગર) વિરૂદ્ધ બેભાન બનાવી અશોભનિય ફોટા અને વીડિયો ઉતારી નાણાં અને કારની માંગણી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ભરતનગર પોલીસે ફરિયાદના આધારે ઉક્ત યુવતીને ઝડપી પાડી હતી. અને સાંજે રિમાન્ડની માંગ અર્થે કોર્ટમાં રજૂ કરી હતી. જયાં પોલીસે યુવતીના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેની સામે કોર્ટે તેણીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જયારે, હનીટ્રેપમાં તબીબ કોણ?નો મુદ્દો દિવસભર ટૉક ઓફ ધ ટાઉન બન્યો હતો. જયારે, મોડીરા તસુધી સિટી ડીવાય.એસ.પી.એ ફરિયાદી તબીબની સાથે આરોપી યુવતીની ઓળખ જાહેર ન થાય તે માટે હવાતિયા માર્યા હતા. જેમાં તેમને સફળતા મળી ન હતી.