હોળી પર્વ : બે દિવસમાં 108 ને હૃદય સંબંધિત સમસ્યાના 25 કોલ મળ્યા
- ધૂળેટીના દિવસે મેડિકલ ઈમર્જન્સી કેસોમાં 14 ટકાનો વધારો નોંધાયો
- ગોહિલવાડમાં હોળીના દિવસે 99 અને ધૂળેટીના દિવસે 153 ઈમર્જન્સી નોંધાઇ, અકસ્માતમાં ઈજાના 47, વાહન અકસ્માતના 40 બનાવ નોંધાયા
ભાવનગર શહેર અને જિલ્લામાં હોળી પર્વની ધામધુમપૂર્વક ઉજવણી થઈ છે. તહેવારના આ દિવસોમાં મેડિકલ ઈમર્જન્સી વધવાની સંભાવનાને પગલે ઈમર્જન્સી ૧૦૮ સેવા દ્વારા ભાવનગર શહેર અને જિલ્લામાં એમ્બ્યુલન્સ અને સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો. ઈમર્જન્સી સેવાના પૂર્વાનુમાન અનુસાર જ ભાવનગરમાં સામાન્ય દિવસોની સરખામણીએ ધુળેટીના દિવસે ૧૪ ટકા વધારે ઈમર્જન્સી કેસો મળ્યા હતા. જોકે હોળીના દિવસે ધારણા કરતા ઓછા ઈમર્જન્સી કેસ હતા તે રાહતની વાત હતી પરંતુ ધૂળેટીના દિવસે આ આંકડો વધ્યો હતો. જેમાં મખ્ય અકસ્માતમાં ઈજા, વાહન અકસ્માત, હૃદય સંબંધિત તકલીફો, સગર્ભા મહિલાઓના કેસ, શ્વાસ અને પેટ સંબંધિત તકલીફોની મેડિકલ ઈમર્જન્સી વધારે નોંધાઈ હતી. મહત્વની વાત એ છે કે આ બે દિવસ દરમિયાન હૃહય સંબંધિત તકલીફોના ૨૫ કેસો નોંધાયા હતા. જેમાં કાર્ડિયાક અરેસ્ટના ૫ કેસ, કાર્ડિયાક-બ્લડ પ્રેશનની સમસ્યાના ૫ અને છાતીમાં દુઃખાવાના ૧૫ કેસો નોંધાયા હતા. આ સિવાય સગર્ભા મહિલાઓ સંબંધિત ૪૭ કેસો નોંધાયા હતા. હોળીની સરખામણીએ ધુળેટીના દિવસે ઈમર્જન્સી કેસોની સંખ્યા વધારે રહી હતી. ભાવનગર જિલ્લામાં સામાન્ય દિવસોમાં ૧૩૪ ઈમર્જન્સી ઘટનાઓ ઘટે છે તેની સરખામણીએ ધૂળેટીના દિવસે ૧૪ ટકા વધારે ૧૫૩ ઘટનાઓ નોંધાઈ હતી અને ધુળેટીના દિવસે ૯૯ ઘટનાઓ નોંધાઈ હતી. બંને દિવસોના મળીને ઈમર્જન્સી સેવાને કુલ ૨૫૨ ઈમર્જન્સી કોલ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સપ્તાહના અંતમાં હોળી પર્વના આવ્યું હોવાથી મીની વેકેશન જેવી સ્થિતિના કારણે રોડ ટ્રાફિકના કારણે અકસ્માતના કેસો વધવાની સંભાવના હતી. ઉપરાંત હોળી પર્વ સુરક્ષિત રીતે ઉજવાય તે માટે ઈમર્જન્સી ૧૦૮ દ્વારા એક્શન પ્લાન ઘડાયો હતો.
ઇમર્જન્સી
કેસ |
કોલ |
પેટના
દુઃખાવા સંબંધિત કેસ |
૩૦ |
શ્વાસ
સંબંધિત કેસ |
૧૭ |
હૃદય
સંબંધિત કેસ |
૨૫ |
સગર્ભા
મહિલાના કેસ |
૪૭ |
અકસ્માત |
૪૭ |
વાહન
અકસ્માત |
૪૦ |
અન્ય |
૪૬ |