આજે ભાવનગરમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
આજે ભાવનગરમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન 1 - image


- જિલ્લા વહીવટી તંત્ર તથા મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રા

- એ.વી. સ્કૂલના મેદાનથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે, બજાર વિસ્તારમાં યાત્રા ફરશે, તિરંગા યાત્રામાં સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શહેરીજનો સહિતના જોડાશે  

ભાવનગર : ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તથા ભાવનગર મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે મંગળવારે હર ઘર તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે. તિરંગા યાત્રાનો એ.વી. સ્કૂલના મેદાનથી પ્રારંભ થશે અને બજાર વિસ્તારમાં યાત્રા ફરશે. તિરંગા યાત્રામાં સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શહેરીજનો સહિતના જોડાશે. આ કાર્યક્રમ માટે સરકારી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. 

આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તથા ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રાનું આવતીકાલે તા. ૧૩મી ઓગસ્ટ-૨૦૨૪ ના રોજ બપોરના ૪ કલાકે આયોજન કરવામાં આવેલ છે. હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ મેયરના હસ્તે થશે. તિરંગા યાત્રામાં તમામ સંસ્થાઓ, એનજીઓ, શાળા-કોલેજ અને તમામ સરકારી કચેરી, શહેરના નાગરિકો, અધિકારી-પદાધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. તિરંગા પદયાત્રા એ.વી. સ્કૂલના ગ્રાઉન્ડથી શરૂ થશે અને ત્યારબાદ નવાપરા ગરાસીયા બોર્ડિંગ, ભીડભંજન, મોતીબાગ ચોક, રૂપમ ચોક, ખારગેટ, મામા કોઠા રોડ, હલુરીયા ચોક થઈ પરત એવી સ્કૂલ મેદાને આવશે. આ તિરંગા યાત્રાનો સમગ્ર કાર્યક્રમ મેયરના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય (પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તાર) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ અને મહાનુભાવો હાજર રહેશે. તિરંગા યાત્રામાં જોડાવવા માટે શહેરીજનોને ભાવનગર મહાપાલિકાએ અનુરોધ કર્યો છે. 

શહેરમાં હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમ માટે છેલ્લા ઘણા દિવસથી સરકારી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી અને હાલ આ તૈયારીને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. હર ઘર તિરંગા યાત્રાના પગલે મહાપાલિકાએ વિનામૂલ્યે ધ્વજનુ વિતરણ કર્યુ હતું.  


Google NewsGoogle News