તરૃણી ઉપર કૌટુંબિક કાકા દ્વારા દૂષ્કર્મ, પરિવારે ઠપકો આપતાં એસિડ પીધું
ઉપલેટા પંથકની ચોંકાવનારી ઘટના
તરૃણીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ, ભાયાવદર પોલીસે દૂષ્કર્મ, પોકસોની કલમો હેઠળ ગુનો નોંધ્યો
પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટા પંથકમાં રહેતાં પરિવારની ૧૬
વર્ષની તરૃણીને તેના કૌટુંબિક કાકાએ કોલ કરી મળવા બોલાવ્યા બાદ બળજબરી કરી
દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના બાદ તરૃણી ગભરાઈને ઘરે જતી રહી હતી. જયારે તેનો
કૌટુંબિક કાકો પણ ત્યાંથી નીકળી ગયો હતો.
તરૃણી ઘરે મોડી પહોંચતાં પરિવારજનોએ પૂછપરછ કરતાં આપવીતિ
જણાવી હતી. જે સાંભળી પરિવારના સભ્યો ચોંકી ઉઠયા હતા. તેમણે તરૃણીને ઠપકો આપતાં
લાગી આવતાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભોગ બનનાર તરૃણીને વધુ સારવાર માટે
રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ભાયાવદર પોલીસે તરૃણીના પરિવારની ફરિયાદ પરથી આરોપી વિરૃધ્ધ દૂષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ શરૃ કરી છે.