Get The App

ચેટના સ્ક્રીનશોર્ટ પિતાને મોકલવાની ધમકી આપી યુવતીનું બ્લેકમેઈલીંગ

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
ચેટના સ્ક્રીનશોર્ટ પિતાને મોકલવાની ધમકી આપી યુવતીનું બ્લેકમેઈલીંગ 1 - image


રાજકોટમાં યુવતીને અજાણ્યા શખ્સને ફ્રેન્ડ બનાવવાનું મોંઘું પડયું

યુવતી પાસેથી રૃા.રપ હજાર પડાવી રકમ પરત નહીં આપનાર શખ્સ સામે ફરિયાદ

રાજકોટ :  રાજકોટમાં સ્નેપચેટ ઉપર મિત્ર બનેલા શખ્સે યુવતીને તેની સાથેના ચેટના સ્ક્રીનશોર્ટ તેના પિતાને મોકલી આપવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરી રૃા.રપ હજાર પડાવ્યાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેના આધારે ભક્તિનગર પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડી, આઈટી એકટ, ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.

ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. અગાઉ સીએની ઓફિસમાં નોકરી કરતી હતી. સ્નેપચેટ ઉપર ગઈ તા.ર જૂનના રોજ ડોકટર મીલન પટેલના આઈડીમાંથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જે તેણે એકસેપ્ટ કર્યા બાદ તેની સાથે ચેટ શરૃ કરી હતી. આ પછી તેણે મીલન પટેલના વોટસએપ નંબર મેળવ્યા હતા. જેમાં પણ તેની સાથે ચેટ કરતી હતી. તે વખતે મીલન પટેલે પોતે અમદાવાદમાં રહેતો હોવાનું કહ્યું હતું.

એક વખત મીલને તેની પાસેથી રૃપિયા માંગ્યા હતા. પરંતુ તેણે નહીં હોવાનું કહેતાં  તેની સાથેના ચેટના સ્ક્રીનશોર્ટ લઈ તેના પિતાને મોકલી દેવાની ધમકી આપી રૃા.રપ હજાર માંગ્યા હતા. આ રકમ નહીં હોવાનું કહેતાં ફરીથી તેના પિતાને ચેટના સ્ક્રીનશોર્ટ મોકલવાની ધમકી આપતાં તે ગભરાઈ ગઈ હતી. જેથી ઓનલાઈન તેના ખાતામાં રૃા.રપ હજાર મોકલ્યા હતા. તે વખતે મીલને કિશન પટેલ નામના એકાઉન્ટની ડિટેઈલ મોકલી હતી. એટલું જ નહીં પોતાનું સાચું નામ કિશન હોવાનું પણ કહ્યું હતું.

થોડા સમય બાદ તેણે મીલન પાસેથી રૃપિયા પરત માંગતા તેને કહ્યું કે તારે મારી સાથે ચેટમાં વાત કરવી પડશે, હું તારા રૃપિયા અત્યારે નહીં મોકલું, ૬ મહિના પછી મોકલી આપીશ. તે વખતે તેણે વાતચીત બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ પછી હજુ રપ હજાર લેવાના હોવાનું ધ્યાને આવતાં થોડી-થોડી વાતચીત કરતી હતી. પરંતુ આખરે પૈસા પરત મળે તેવી કોઈ શકયતા નહીં દેખાતા સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર ઉપર ઓનલાઈન ફરિયાદ કરી હતી. જેના આધારે ભક્તિનગર પોલીસે આજે ગુનો દાખલ કર્યો હતો.


Google NewsGoogle News