Get The App

પાલિતાણા ખાતે ગિરિરાજની યાત્રાનો ભકિતમય માહોલમાં થયેલો પ્રારંભ

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
પાલિતાણા ખાતે ગિરિરાજની યાત્રાનો ભકિતમય માહોલમાં થયેલો પ્રારંભ 1 - image


- જય જય આદિનાથ ના નાદ સાથે હજારો યાત્રિકોએ યાત્રા કરી 

- આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા સાદા અને ઉકાળેલા પાણી, મેડિકલ કિટ સહિતની સુચારૂ વ્યવસ્થા કરાઈ 

પાલિતાણા : વિશ્વ વિખ્યાત યાત્રાધામ પાલિતાણા ખાતે ચાર્તુમાસના ચાર માસ બાદ ગત અષાઢ સુદ પૂનમથી બંધ થયેલી પાવનકારી શેત્રુંજય ગિરિરાજની યાત્રા શુક્રવારે કાર્તિકી પૂર્ણિમાથી પુન શરૂ થઈ હતી.આજે જય આદીનાથના જય ઘોષ સાથે જય તળેટીથી હજારો ભાવિકાએ ભાવ અને ભકિતમય માહોલમાં મોટી યાત્રાનો શુભારંભ કર્યો હતો.

જેમાં જય તળેટીથી ચૈત્યવંદન કરી આગળ ઉપર બાબુનું દેરાસર, સમવસરણ મંદિર,પદમાવતી ટૂક, હનુમાન ધાર, ચૌમુખીની ટુક, હેમવસાહીની ટૂક, બાલાવરાહી ટૂક, ઉજકાબાઈની ટૂક, મોતીશાની ટૂક આવે છે. નવ ટૂકોમાં થઈને આગળ નવા રામપોળના રસ્તે થઈને સૌ પ્રથમ રામપોળ જવાય છે. અહીંથી પછી આગળ સાગળપોળ, વાઘણપોળ,અન્નપોળ, દાદાની પોળ આવે છે. આ પછી સૂરજકુંડ આવે છે. નવ ટૂકમાં મોહિની ટૂંકમાં અબદબદાદાની મોટી મૂત છે. તે ખૂબ જ મોટી હોવાથી અૂત આદિનાથ કહેવાય છે. પાછળથી લોકોએ તેને અબદબદાદા નામ પાડયું તેની પૂજા વર્ષમાં એક જ વાર થાય છે. અહીં પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન ૯૯૯ વાર સમોસર્યા હતા જે આ મહાતીર્થની પવિત્રતા દર્શાવે છે. જેમાંના ૨૪ તીર્થકરોમાંના ૨૩ તીર્થકરોએ આ મહાતીર્થની ભૂમિ પરથી વિશ્વમાં જૈન ધર્મનો મહામંગલકારી સંદેશો આપેલ છે. આ યાત્રા દરમિયાન ભાવિકો માટે  શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સાદા અને ઉકાળેલા પાણીની, તેમજ  મેડિકલ કીટ સહિતની સુંદર સુચારૂ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. કાર્તિકી પુર્ણિમાની યાત્રાના પ્રારંભની સાથે જ શુક્રવારથી બહારગામથી આવનારા તમામ યાત્રીકો માટે ભાતાઘર પણ ખુલી ગયું હતું. આ યાત્રાનો ભાવિકો ઉપરાંત આચાર્ય ભગવંતો, મહારાજ સાહેબો, આરાધકો તથા શ્રધ્ધાળુ જૈનેતર સહીત હજારો ભાવિકો જોડાયા હતા. ૩,૭પ૦ પગથીયા ચડીને શીખર પર દર્શન કરવાથી  આ યાત્રા બે માઇલની થાય છે.કાતકી પુનમથી શરૂ થતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.દરમિયાન કાર્તિકી પૂનમે કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યજીની ૯૩૬ મી જન્મજયંતિ પણ ઉજવાઈ હતી.

ઠેર ઠેર ભાવિકોએ શેત્રુંજય પટ્ટના દર્શન કર્યા

ચાતુર્માસ બાદ કાર્તિકી પૂનમથી પ્રારંભાયેલ શેત્રુંજય ગિરિરાજની યાત્રા શરૂ થઈ હતી. સંજોગોવશાત પાલિતાણામાં મોટી યાત્રા કરવા ન જઈ શકનાર ભાવનગર શહેર અને જિલ્લાના ભાવિકોએ તેમના ગામ અને શહેરમાં આવેલા દેરાસરના શેત્રુંજય પટ્ટના ભાવભેર દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. 


Google NewsGoogle News