ગઢડામાં યુવાન સાથે મિત્રના પિતાની છ લાખની છેતરપિંડી

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
ગઢડામાં  યુવાન સાથે મિત્રના પિતાની છ લાખની છેતરપિંડી 1 - image


અન્ય વ્યક્તિને મકાન વહેંચી મારી વેચાણ દસ્તાવેજ આપ્યો

જીનનાકાના શખ્સે ૬ લાખ પડાવી લઈ મકાનનો પાકો વેચાણ દસ્તાવેજ કરી આપવા વાયદો કર્યો હતો

ભાવનગર: ગઢડામાં રહેતા યુવાને મિત્રના પિતા પાસે મકાન અને પ્લોટની ખરીદી કરવાની વાત સાથે બાનાખત કર્યા હતા. દરમિયાનમાં મુદ્દત પૂર્ણ થયેલ બાકીના પૈસાની ચુકવણી કરી દસ્તાવેજ કરવાનો હતો. તેવામાં મકાન માલિકે અન્ય વ્યક્તિને આ મકાન-પ્લોટ વેચી મારી યુવાનના છ લાખ રૂપિયા ઓળવી જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

પ્રાપ્ત થતી વિગત અનુસાર ગઢડાના ગઢિયા શેરી ખાતે રહેતા જયદીપભાઇ અનકભાઈ ખાચર (ઉ.વ.૩૨)એ તેના મિત્ર મિલનભાઈના પિતા ઘનશ્યામ ગોરધનભાઈ પીપળિયા (રહે, જીનનાકા, ગઢડા)ની માલિકીનું મકાન કે જે ગઢડા સિટી સર્વે કચેરીના સીટ નંબર-૨૪, સિટી સર્વે નંબર-૨૨૨૦ની કુલ ૧૮૫.૨૮ ચો.મી. ક્ષેત્રફળની જમીન અને તેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બનાવવામાં આવેલ બે રૂમ, ઓસરી રસોડુ સંડાસ-બાથરૂમ વિગેરેનું બાંધકામ વાળુ ક્ષેત્રફળ ૧૧૫.૭ ચો.મી. વાળું પાકા બાંધકામ અને ઉભા ઈમલા સહિતના રહેણાંકના મકાનની મિલકતનું સાટાખત એટલે કે બાનાખત (કબજા વગરનું) રૂા.૩૦૦ના સ્ટેમ્પ પર ગઢડા સબ રજીસ્ટ્રારની કચેરના નં.૭૯૬/૨૦૨૨ તા.૧૯/૦૫/૨૦૨૨ના રોજ વિગતવારના લખાણ સાથે જયદીપભાઇ અનકભાઈ ખાચરને કરી આપ્યું હતું. તેમાં લખાણ મુજબ બે વર્ષની અંદર પાકો દસ્તાવેજ કરી આપવાની વાત કરવામાં આવી હતી. દરમિયાનમાં ઘનશ્યામ ગોરધનભાઈ પીપળિયાએ પાકો દસ્તાવેજ કરવાને બદલે કોઈ અન્ય વ્યક્તિને મકાનનો પાકો વેચાણ દસ્તાવેજ કરી આપી અલગ-અલગ બહાના કાઢી આજદિન સુધી મકાનનો પાકો વેચાણ દસ્તાવેજ નહીં કરી આપી બાના પેટે લીધેલ રૂા.૬,૦૦,૦૦૦ પરત નહીં આપી જયદીપભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જે બનાવ અંગે યુવાને શખ્સ સામે ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News