વીજ પોલ પર સમારકામ કરી રહેલા ચાર શ્રમિકોને કરંટ લાગતા દાઝ્યા, એકનું મોત
લૈયારા પાસે પાવરચોરી માટના લંગરિયાથી રિટર્ન પાવર આવતાં
બનેલો બનાવ
ચારે'યને આંચકો લાગતા જ નીચે પટકાયાં, સારવારમાં ખસેડતા એકનું મૃત્યુ, બે શ્રમિકને હોસ્પિટલમાં સારવાર આપી રજા આપી દીધી, ચોથાની હાલત ગંભીર
જામનગર : ધ્રોલ તાલુકાના લૈયારા ગામ પાસે પખવાડિયા પહેલાં પીજીવીસીએલ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટર કંપની મારફતે થાંભલા પર નવી વીજલાઈન ઉભી કરવા અને સમારકામનું કામ કરાવવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન થાંભલા પર ચડેલા ચાર પરપ્રાંતિય શ્રમીકોને વીજ આંચકો લાગ્યો હતો અને નીચે પટકાયા હતા. તેઓને સૌપ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનવા પાછળ પાવરચોરી માટે નંખાયેલા લંગરિયા જવાબદાર છે અને એક શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
જે ચારેય શ્રમિકો પૈકી બે શ્રમિકોની હાલત સારી હોવાથી રજા
આપી દેવામાં આવી છે. ઉપરાંત અન્ય બે શ્રમિકો પૈકીના દશરથ મગનભાઈ પટેલ (૪૫)નું
સારવાર દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલના બીછાને મૃત્યુ નીપજયું હતું, જ્યારે અન્ય એક
શ્રમિક સારવાર હેઠળ છે. જે સમગ્ર બનાવ અંગે ની તપાસમાં જ્યોતિરગ્રામ વીજ
જોડાણમાંથી ધ્રોળ તાલુકાના જયવા ગામના એક ખેડૂતે પાવર ચોરી કરી હોવાનું અને તેમાંથી
પાવર રિટર્ન થયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી ધ્રોળ પીજીવીસીએલના વીજ
અધિકારી તેજસભાઈ અનિલભાઈ સોનીએ ધ્રોળ પોલીસમાં ગેરકાયદેવી માનવીના જિંદગીના જીવ
સાથે ચેડા કરવા અંગે જાયવા ગામના ખેડૂત ધર્મેન્દ્રસિંહ ગંભીર સિંહ જાડેજા સામે
ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે સમગ્ર મામલા ધર પોલીસ વધુ તપાસ ચલાવે
છે.