Get The App

ભાવનગરમાં દિવાળી પર્વને લઈ ફાયર સ્ટાફ એકશન મોડમાં

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
ભાવનગરમાં દિવાળી પર્વને લઈ ફાયર સ્ટાફ એકશન મોડમાં 1 - image


- મહાપાલિકાનો ફાયર સ્ટાફ બંદોબસ્ત જાળવશે 

- પીકઅપ વાન, ફાયર ફાયટર, મીની ફાયર ફાઈટર, ફોમ ટેંડર સહિતના વાહનો સાથે ફાયર કર્મચારીઓને ફરજ સોંપાઈ 

ભાવનગર : દિવાળી પર્વના પગલે ભાવનગર મહાપાલિકાનો ફાયર સ્ટાફ એકશન મોડમાં આવી ગયો છે. તહેવારમાં આગ સહિતના બનાવ બનતા હોય છે તેથી મહાપાલિકાનો ફાયર સ્ટાફ બંદોબસ્ત જાળવશે. ફાયર વિભાગના સ્ટાફને જુદા જુદા વાહન સાથે ફરજ સોંપવામાં આવી છે. તમામ વાહનો સ્ટેન્ડબાય રાખવામાં આવેલ છે. 

ભાવનગર મહાપાલિકાના ફાયર વિભાગ દિવાળી પર્વ દરમિયાન તા. ૧૧ થી તા. ૧૩ નવેમ્બર દરમિયાન બંદોબસ્ત જાળવશે, જેમાં સમગ્ર ફાયર બંદોબસ્ત ઈન્ચાર્જ તરીકે ડિવિઝનલ ફાયર ઓફિસર પ્રધ્યુમનસિંહ જાડેજા ફરજ બજાવશે. આ ઉપરાંત પીકઅપ વાન સાથે ડ્રાયર અને ફાયરમેન ખડેપગે રહેશે. પૂર્વ ઝોનલ અને પશ્ચિમ ઝોનલમાં બપોરના ર થી રાત્રીના ૧૦ કલાક દરમિયાન બે ફાયર ફાયટર સ્ટેન્ડ બાય રખાશે અને ૧૦ કર્મચારીને ફરજ સોંપવામાં આવી છે. રૂપમ ચોકમાં મીની ફાયર ફાઈટર સાથે સાંજના ૬ થી સવારના ૬ કલાક સુધી પ કર્મચારી ફરજ બજાવશે. આતાભાઈ ચોકમાં ફોમ ટેંડર સાથે સાંજના ૬ થી સવારના ૬ કલાક સુધી પ કર્મચારી ફરજ બજાવશે. 

ઉપરાંત ફોમ ટેંડર, વોટર બાઉઝર સાથે ફાયર કર્મચારીઓ ફરજ બજાવશે. ફાયર બ્રિગેડ હેડ ક્વાટર કંટ્રોલરૂમ ખાતે ત્રણ કર્મચારી સાંજના ૬ થી સવારના ૬ દરમિયાન હાજર રહેશે. આગ સહિતની ઘટના બને તો તત્કાલ ફાયર વિભાગને જાણ કરવા જણાવેલ છે. દિવાળી પર્વમાં ફટાકડાના કારણે આગ લાગવાની ઘટના વધતી હોય છે તેથી ફાયર સ્ટાફ એલર્ટ થઈ ગયો છે. 


Google NewsGoogle News