Get The App

બોટાદમાં કારની લાઈટ પાડવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
બોટાદમાં કારની લાઈટ પાડવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી 1 - image


બંને પક્ષે છ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

આધેડ પત્ની અને પુત્રવધુ સાથે  જતા હતા ત્યારે શખ્સને કારની લાઈટ ડીમ કરવાનું કહેતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી

ભાવનગર: બોટાદના ભગતની વાડી પાસે રહેતા આધેડની કારની લાઈટ ત્યાં બેસેલા શખ્સ પર પાડતા બંને વચ્ચે બોલા ચાલી થઈ જતાં લોખંડના પાઇપ વડે મારા મારી કરી હતી.આ બનાવ સંદર્ભે બંને પક્ષે ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદના ભગતની વાડી પાસે રહેતા ધીરુભાઈ ગટોરભાઈ પરમાર તથા તેમના પત્નિ કાંતુબેન તથા પુત્રવધુ જયાબેન સાથે ઇકો કાર લઈ સગા સંબંધીને ત્યાં જવા માટે નીકળ્યા હતા. તે દરમ્યાન પાડોશમાં રહેતો અનિલ ઉર્ફે લાલો ત્યાં બેઠો હતો.તેવામાં કારની લાઈટ અનિલ ઉર્ફે લાલો ઉપર પડતા અનિલ ઉર્ફે લાલો ઉશ્કેરાઇ ગયો હતો .અને ગાળો આપવા લાગ્યો હતો. પરંતુ ધીરુભાઈને બહાર જવાનું હોવાથી ત્યાંથી નિકળી ગયા હતા ત્યારબાદ આ અનિલ ઉફેં લાલો ધીરુભાઈની માતા રળિયાતબેન ઘરે એકલા હોય ઘરની બહાર ગાળો બોલતો હતો. અને માતા રળિયાતબેને આ બાબતે ધીરુભાઈને ફોન કરી બોલાવ્યા હતા.પુત્ર ધીરુભાઈ ઘરે આવવાની સાથેજ અનિલ ઉર્ફે લાલો તથા તેનો મિત્ર પ્રવિણ સવજીભાઈ ડાભી ધીરુભાઈ સાથે ઝઘડો કરી ગાળો આપી અનિલ ઉર્ફે લાલો મારવા માટે લાકડી લઇ આવ્યો હતો. અને પ્રવિણએ ધીરુભાઈ સાથે જપા-જપી કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ધીરુભાઈએ બોટાદ પોલીસ મથકમાં બે શખ્સ વિરુદ્ધ નોંધાવી છે.જ્યારે સમાં પક્ષે બોટાદ ખાતે રહેતા અનિલભાઈ ઉર્ફે લાલો ધીરુભાઈ કાળિયા તથા તેમના મિત્ર ઘરની બહાર ઉભા હતા. તે દરમ્યાન તેમના પાડોશી ધીરૂ ગટોરભાઈ તેમની ઇંકો ગાડી લઈ નિકળતા ગાડી ની લાઇટ ફુલ હોવાથી અનિલભાઈ ઉર્ફે લાલોની સામે પાડતા લાઈટ ડીમ રાખવાનું કહેતા ધીરૂ ગટોરભાઈ તથા ધનશ્યામ ગટોરભાઈ તથા મહેશ ધીરૂભાઈ પરમારે આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી મહેશએ લોખંડનો પાઈપ વડે ડાબા પગે મારી મુંઢ ઇજા કરી હોવાની ફરિયાદ બોટાદ પોલીસ મથકમાં નોંધાવી છે.


Google NewsGoogle News