કોટડાસાંગાણી, લોધિકા અને વાંકાનેર તાલુકામાં નુકસાની સર્વેની વ્યાપક માગણી

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
કોટડાસાંગાણી, લોધિકા અને વાંકાનેર તાલુકામાં નુકસાની સર્વેની વ્યાપક માગણી 1 - image


સતત છ દિવસ સુધી વરસાદ વરસતાં ખેડૂતોને આફત વધી ગઈ

ખેડૂતોએ કરેલા વાવેતરમાં ભારે નુકસાન થતાં જગતાત નિરાશવળતર આપવા રજૂઆત


 રાજકોટ :  તાજેતરમાં સતત છ દિવસ સુધી અવિરત વરસાદ વરસતા ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ભારે નુકસાન થયું છેે. રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ,લોધિકા અને વાંકાનેર તાલુકાના આગેવાનો અને ખેડૂતોએ કૃષિપાકનો  અને સાંપ્રત વરસાદથી થયેલી  નુકશાનીની સર્વે કરી વળતર આપવા માગણી ઉઠાવી છે.

કોટડાસાંગાણી તાલુકાના ૪૨ , બેતાલીસ ગામમાં સતત વરસાદ પડેલ અને ખેડૂતોના પાકોને નુકસાની થયેલ હોય તેવું ખેડૂતોના ખેતરોમાં જોવા મળી રહ્યું છે . આ અંગ તાલુકા પંચાયત પ્રમુખ એ લેખિતમાં કૃષિ મંત્રને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે .આ તાલુકામાં છેલ્લા છ દિવસ સુધી વરસાદ સતત વરસ્યો હતો .ે ખેડૂતોના પાકો માં ભારે વરસાદના કારણે જે વાવેતર કરવામા આવેલ છે તેમાં મોંઘા ભાવ ના બીયારણ ,ખાતર નિંદામણ ખર્ચ કરેલ છે.પ્રમાણ કરતા વધુ વરસાદ પડવાથી મરચાં ડુંગળી  મગફળી કપાસ સોયાબીન તલ અળદ જેવા પાકો ને નુકસાન થયેલ છે  . તેનું સરકાર દ્વારા તાત્કાલિક જ સર્વે કરાવીને જે તે ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી  છે .

લોધીકા તાલુકામાં અતિભારે વરસાદથી મોટાપાયે ખેતીવાડીને નુકસાન થયેલ છે .તાલુકામાં ત્રણ ચાર દિવસ પવન સાથે સતત વરસાદ પડતા ખેડૂતોને મરચાં ,ડુંગળી ,કપાસના વાવેતરને ભારે નુકસાન થયું  છે .મોંઘા ભાવનાં ખાતર બિયારણ દવાનો ખર્ચ કરેલો હોય ત્યારે હવે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહેલ છે .હાલ પણ ખેતરોમાં પાણી ભરાયા હોય ચિંતાનું મોજુ પ્રસરી ગયેલ છે .જેને લઇ તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને તેનું વળતર આપવા માંગણી કરેલ છે. વાંકાનેર તાલુકામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાતા તમામ ઉભા મોલને નુકસાન થયું છે. મોટા ભાગે ખેતરોમાં પાણી ફરી વળેલા છે.ેઅને જરૃરત કરતાં વધારે વરસાદ થતાં પાકને નુકસાન ખુબજ થયું છે. ખેડૂતોએ ધીરાણ લઈને અને રોકાણ કરીને વાવેતરો કર્યા છે ,એમાં નિરાશાજનક સ્થિતિ થઈ છે. આથી સરકાર તાકિદે સર્વે કરાવી નુકસાનીનું વળતર આપવા માગણી ઉઠી છે.


Google NewsGoogle News