યુનિવર્સિટીમાં ચોથા રાઉન્ડની પરીક્ષા શરૂ પણ એમ.જે. કોલેજના પ્રાધ્યાપકોની મનમાની
- તોતીંગ પગાર લેતા કર્મચારી જવાબદારીથી ભાગે છે
- યુનિવર્સિટીના પરિપત્રનો ભંગ : કેન્દ્ર સંચાલકની જવાબદારી ટીચિંગ આસિસ્ટન્ટને સોંપાઇ
આજરોજ શરૂ થયેલ એમ.કે. ભાવ. યુનિવસટીની પરીક્ષામાં એમ જે કોલેજ ઓફ કોમર્સમાં યુનિવસટીના પરિપત્રનો સરેઆમ ભંગ થયેલ હોય કોલેજમાં કાયમી સ્ટાફ જે ૨ લાખ જેવો પગાર મેળવતા હોય તેવા અધ્યાપક પરીક્ષાની જવાબદારી લેવાથી દૂર રહી ૧૬૫૦૦ના ટીચિંગ આસિસ્ટન્ટના માથે કેન્દ્ર સંચાલકની જવાબદારી નાખી યુનિવસટીના પરિપત્રનો ભંગ ખુદ યુનિવસટીના સત્તાધિશો દ્વારા કરવામાં આવેલ છે તો શુ યુનિવસટી દ્વારા પરીક્ષા કામગીરી કરવા અને જવાબદારી લેવાની ના પડતા ૨ લાખના પગારદાર સામે શિસ્તભંગના પગલાં લેવાની હિંમત દાખવશે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ વાળી નીતિ અપનાવશે તે જોવું રહ્યું.
શું આ બાબતે કુલપતિ અજાણ છે કે પરીક્ષા વિભાગ અજાણ છે અને જો કોઈ પ્રશ્ન ઉભો થાય તો શુ ૧૬૫૦૦ વાળાનો ભોગ લેવાશે. યુનિવર્સિટીમાં પગાર લેવાય છે તો તેની જવાબદારી પણ બને છે. પરંતુ જવાબદારીમાંથી છટકવા આજે સુપરવિઝનની ના પાડી કાલે પેપર તપાસવાની અને બાદમાં લેક્ચર લેવાની ના પાડશે તો શું માત્ર પગાર જ લેવાનો અને સુપરવિઝન અને પરીક્ષા કામગીરીનું અલગથી મહેનતાણુ પણ ચુકવાય છે છતાં આ પ્રકારની પ્રવૃત્તિ ટીકાસ્પદ બની છે.