Get The App

જિલ્લાના કોળીયાક ખાતે ઋુષિપાંચમના મેળામાં આવતા વાહનોને પ્રવેશબંધી

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
જિલ્લાના કોળીયાક ખાતે ઋુષિપાંચમના મેળામાં આવતા વાહનોને પ્રવેશબંધી 1 - image


- કાલે કોળીયાકના દરિયા કિનારે ઋુષિપાંચમના મેળાને લઈ તંત્ર સજ્જ 

- મેળામાં ખાનગી મોટા વાહનો હોઈદડ ગામના પાટીયાથી આગળ જઈ શકશે નહી : ટ્રાફિક નિયમન જાળવવા તંત્રએ જાહેરનામુ બહાર પાડયુ 

ભાવનગર : આગામી તા. ૨૦ સપ્ટેમ્બર-૨૦૨૩ને બુધવારે ઋુષિપાંચમ નિમિતે ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ પાસે આવેલ દરીયા કિનારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મેળો યોજાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ વાહન દ્વારા આવતા હોય છે અને આ સ્થળે જવાનો એક જ રસ્તો હોય, જેથી આ મેળા દરમિયાન ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ અકસ્માતો નિવારી શકાય તે માટે વાહનોને પ્રવેશબંધી રહેશે. આ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. 

ટ્રાફિક નિયમન કરવા કોળીયાક ખાતે ઋુષિપાંચમના મેળામાં આવતા વાહનોને પ્રવેશબંધી કરવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા આ મેળા દરમિયાન રસ્તાને તા. ૨૦/૦૯/૨૦૨૩ના રોજ રાત્રીના ૧ર કલાકથી બીજા દિવસના રાત્રીના ૮ કલાક સુધી ટ્રાફિક નિયમન સારૂ હુકમ કરેલ છે. આ જાહેરનામું તમામ પ્રકારનાં વાહનોને પણ લાગુ પડશે. મેળામાં ખાનગી મોટા વાહનો હોઈદડ ગામના પાટીયાથી આગળ જઈ શકશે નહીં. હોઇદડ ગામના પાટીયાથી હોઇદડ ગામ વચ્ચે ખાનગી નાના વાહનો પાર્ક થઇ શકે તેવી જગ્યા હાલમાં નથી જેથી ભાવનગર-તણસા રોડ તરફથી આવતી તમામ લકઝરી બસો તથા મોટા વાહનો આડી સડક ઘોઘા તરફ જવાનો રોડ ઉપર તથા સુરકા તરફ જવાના રોડ ઉપર એક સાઇડ પાર્ક કરવાના રહેશે. 

મેળામાં ખાનગી ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો કોળીયાક ગામથી નિષ્કલંક મહાદેવ જતાં રસ્તામાં આવતાં શીતળા માતાના મંદિરથી આગળ જઈ શકશે નહી અને આ વાહનો આનંદ મેળા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આદર્શ સ્કુલ પાસે પાર્ક કરવાના રહેશે તેમજ હાથબ, લાખણકા ગામ તરફથી આવતા નાના મોટા વાહનો તથા ટુ વ્હીલરનું પાકગ છોટાલા હાઇસ્કુલના મેદાનમાં કરવાનું રહેશે. આ મેળામાં પેસેન્જરોને લાવવા લઈ જવા માટે આવતી એસ.ટી. બસો કોળીયાક ગામથી નિષ્કલંક મહાદેવ જતાં રસ્તામાં ધાવડી માતાના મંદિરના દરવાજા સુધી જઈ શકશે. આ મેળામાં સરકારી ફરજ પર રોકાયેલ સરકારી વાહનો નિષ્કલંક મહાદેવના પટાંગણ સુધી જઈ શકશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલા લેવાશે. 


Google NewsGoogle News