હાઉસિંગ ફાયનાન્સની ઓફિસમાંથી 1.64 લાખની વીજચોરી ઝડપાઈ
જામનગરમાં માધવ સ્ક્વેર કોમ્પલેક્ષમાં
ઓફિસનું વીજજોડાણ કટ કરી નોંધાવાઈ ફરિયાદ
જામનગરમાં ક્રિકેટ બંગલા સામે માધવ સ્કવેર બિલ્ડિંગમાં
દુકાન નંબર ૩૩૧ માં ભાડેથી બેસતી એસ.આર.જી. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના વ્યવસ્થાપકો
દ્વારા વીજ મીટર સાથે ચેડાં કરવામાં આવ્યા છે અને તેમાં વીજ ચોરી કરાઈ રહી છે તેવી
માહિતી જામનગરના વિજ તંત્રને મળી હતી. જેથી સેન્ટ્રલઝોન સબ ડિવિઝનના નાયબ ઈજનેર
અજય પરમાર અને તેમની ટીમે ઉપરોકત ઓફીસમાં જઈને ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અનિલ
કુમારના નામનું વીજ કનેક્શન મેળવાયું હતું. જે વીજ મીટરનું ચેકિંગ કરવામાં આવતાં
કોન્ટ્રાક્ટેડ એક કિલો વોટના મીટર માં ૨.૪ કિલો વોટનો લોડ જોવા મળ્યો હતો.
ચેકિંગ ટીમે ઉપરોક્ત વિજમીટર કબજે કરી લીધું હતું. જે મીટરની લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવતાં મીટર બોક્સ અને ટમનલ બોક્સના સીલ ચાલાકી પૂર્વક તોડીને ફરીથી ફીટ કરાયા ના જોવા મળ્યા હતા, તેમજ મિટર બાયપાસ કરાયું હોવાનું પણ સામે આવ્યું હતું તેથી ઉપરોક્ત પેઢીના જવાબદારોને રૃપિયા ૧,૬૪,૫૩૦ નું પુરવણી બિલ આપવામાં આવ્યું છે, તેમજ ઓફિસનું વીજ જોડાણ કટ કરી દેવાયું છે. સાથો સાથ એફ આઈ આર દાખલ કરવામાં આવી છે.