ભાવનગર-બોટાદ જિલ્લાના 12 ડેમમાં ઝરમરથી લઈ 3 ઇંચ સુધી વરસાદ

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ભાવનગર-બોટાદ જિલ્લાના 12 ડેમમાં ઝરમરથી લઈ 3 ઇંચ સુધી વરસાદ 1 - image


- ઉતાવળી ડેમમાં 3 ઇંચ અને ખાંભડા ડેમમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો 

- રોજકી, કાળુભાર, કાનીયાડ ડેમમાં પોણા 2 ઇંચ, માલણ ડેમમાં 1 ઇંચ અને બગડ ડેમમાં પોણો ઇંચ વરસાદ પડયો 

ભાવનગર : ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧ર ડેમમાં આજે શનિવારે ઝરમરથી લઈ ત્રણ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો, જેમાં ઉતાવળી ડેમમાં ૩ ઇંચ અને ખાંભડા ડેમમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. રોજકી, કાળુભાર, કાનીયાડ ડેમમાં પોણા બે ઇંચ વરસાદ પડયો હતો. માલણ ડેમમાં ૧ ઇંચ, બગડ ડેમમાં પોણો ઇંચ વરસાદ થયો હતો. ખારો, માલપરા અને સુખભાદર ડેમમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. 

મેઘરાજાએ મહેર કરતા આજે શનિવારે ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧ર ડેમમાં ઝરમરથી લઈ ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં ઉતાવળ ડેમમાં ૭પ મીલીમીટર, ખાંભડા ડેમમાં ૬પ મીમી, રોજકી ડેમમાં ૪પ મીમી, કાનીયાડ ડેમમાં ૪પ મીમી, કાળુભાર ડેમમાં ૪૦ મીમી, માલણ ડેમમાં ર૮ મીમી, બગડ ડેમમાં ર૦ મીમી, ગોમા ડેમમાં ૧પ મીમી, સુખભાદર ડેમમાં ૧પ મીમી, ખારો ડેમમાં ૧૦ મીમી, માલપરા ડેમમાં ૧૦ મીમી અને રજાવળ ડેમમાં પ મીમી વરસાદ નોંધાયો હતો તેમ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવેલ છે. રપ મીલીમીટરે એક ઇંચ વરસાદ ગણવામાં આવે છે. 

કેટલાક ડેમ વિસ્તારમાં આજે શનિવારે સારો વરસાદ પડયો હતો તેથી ખેડૂતોમાં આનંદની લાગણી ફરી વળી હતી, જયારે કેટલાક ડેમમાં ઓછો વરસાદ નોંધાયો હતો. કેટલાક ડેમમાં વરસાદ પડયો જ ના હતો. આજે માત્ર રોજકી ડેમમાં ૬૯૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી, જયારે અન્ય કોઈ ડેમમાં પાણીની આવક ના હતી. વરસાદના પગલે મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડતા ખેતીના પાકને જીવતદાન મળી ગયુ છે તેથી ખેડૂતોને રાહત થઈ છે. હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે તમામ ડેમ ભરાય જાય તો સારૂ તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.  


Google NewsGoogle News