રાજપરા નજીક વિદેશી દારૂ સાથે કારચાલકની ધરપકડ

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
રાજપરા નજીક વિદેશી દારૂ સાથે કારચાલકની ધરપકડ 1 - image


- પોલીસ કંટ્રોલ રૂમમાંથી વર્ધી મળ્યા બાદ સિહોર પોલીસે વોચ ગોઠવી

- ભાવનગરનો શખ્સ નશામાં ધૂત હતો, રંડોળાના બુટલેગર પાસેથી દારૂ લાવ્યાની કબૂલાત

સિહોર : સિહોર તાલુકાના રાજપરા (ખોડિયાર) ગામ નજીકથી સિહોર પોલીસે ભાવનગરના એક પીધલી કારચાલક શખ્સને વિલાયતી દારૂની બોટલો સાથે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ તરફથી મોડી રાત્રે એક વર્ધી આવી હતી. જેમાં હોન્ડા કંપનીની એમેઝ કાર કે જેનું આગળનું બોનેટ તૂટેલી હાલતમાં છે અને શંકાસ્પદ રીતે પસાર થઈ રહી છે. જેના આધારે સિહોર પોલીસે ભાવનગર-રાજકોટ હાઈવે પર રાજપરા (ખોડિયાર) ગામ પાસે વોચ ગોઠવતા સિહોર તરફથી આવી રહેલ કાર નં.ડીએન.૦૯.એમ.૦૬૬૭ પસાર થતાં તેને રોકી તલાશી લેવામાં આવતા દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. જ્યારે કારનો ચાલક ધર્મેન્દ્રસિંહ જસુભા સરવૈયા (રહે, મકાન નં.૧૮૨, ગણેશનગર-૨, ચિત્રા, ભાવનગર, મુળ ચિરોડા, તા.જેસર) નામનો શખ્સ દારૂના નશામાં ધૂત હોવાનું જણાઈ આવતા પોલીસે તેની ધરપકડ કરી પૂછતાછ કરતા આ દારૂની બોટલો પાલિતાણાના રંડોળા ગામે રહેતો કૃષ્ણપાલસિંહ નામના શખ્સ પાસેથી વેચાતી લાવ્યાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે બન્ને શખ્સ સામે પ્રોહિ. એક્ટની કલમ ૬૫ (એ) (એ), ૧૧૬-બી, ૮૧, ૯૮ (ર) ઉપરાંત ધર્મેન્દ્રસિંહ સરવૈયા વિરૂધ્ધ એમ.વી. એક્ટની કલમ ૧૮૫, પ્રોહિ. કલમ ૬૬-૧-બી મુજબ અલાયદી ફરિયાદ નોંધી હતી.


Google NewsGoogle News