ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ડો.આંબેડકરની જન્મજયંતિ ઉજવાશે
- અનેકવિધ સંસ્થાઓ દ્વારા આયોજન કરાયું
- બુધ્ધવંદના, રેલી, ભીમડાયરો, વિચારગોષ્ઠિ, કેક કટીંગ અને સ્પર્ધાઓ સહિતના કાર્યક્રમો યોજાશે
જય ભીમ યુવક મંડળ, રામદેવનગર અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવતીકાલ તા.૧૪ ને રવિવારે શહેરના ચિત્રામાં રામદેવનગર ખાતે કાનૂની માર્ગદર્શન કેમ્પ, કેક કટીંગ, આતશબાજી સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાશે. આ કાર્યક્રમમાં નવસર્જન ટીમ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ ઉપસ્થિત રહેશે.ડો.ભીમરાવ યુવા મિત્રમંડળ દ્વારા આવતીકાલ તા.૧૪મીએ ચિત્રાની બજરંગબાલક સોસાયટીમાં સાંજે ૭ કલાકે બુધ્ધવંદના, રાત્રે ૮ કલાકે ભીમડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા તા.૧૪મીએ સાંજે ૬ કલાકે શહેરના ઘોઘાસર્કલ ખાતે આવેલા વૃધ્ધાશ્રમમાં ડો. આંબેડકરની જન્મજયંતિ મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે ડો.આંબેડકરની વિચાર ગોષ્ઠિ, સાંજે ૭ કલાકે વૃધ્ધજનો સાથે કેક કટીંગ, બાદ વૃધ્ધજનોને અલ્પાહાર કરાવાશે.આ કાર્યક્રમમાં મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ, મ્યુનિ. કમિશ્નર ઉપાધ્યાય, આઈ.જી., ભાવ.ક્રિમીનલ, સિવીલ, એમ.એ.સી.પી., બાર એસો.ના હોદેદારો ઉપસ્થિત રહેશે.મેઘવાળ મિત્રમંડળના ઉપક્રમે આવતીકાલે રવિવારે સવારેે ૧૦ કલાકે આનંદનગર રોડ પર અપ્પુ ટ્રેડર્સની બાજુમાં, ભાવનગર ખાતે ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે. બાદ સરબતનું વિતરણ કરાશે. સાંજે ૪ કલાકે ચિત્ર સ્પર્ધા બાદ બાળકોને ઈનામ, કિટના વિતરણ બાદ અલ્પાહાર અપાશે.