ધંધુકા, ધોલેરા અને ફેદરામાં ધો. 10 અને ધો. 12 ની 3400 છાત્રો પરીક્ષા આપશે
- પરીક્ષાર્થીઓને મોબાઈલ, કેલકયુલેટર કે અન્ય સાહિત્ય સાથે ન રાખવા તાકિદ
- પરીક્ષા તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રોમાં પીવાનું પાણી તેમજ પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા ગોઠવાઈ
ધંધુકા, ધોલેરા અને ફેદરા ખાતે ધો.૧૦ના પરીક્ષા કેન્દ્રો ઉપરાંત ધંધુકા ખાતે ધો.૧૨ નું પરીક્ષાકેન્દ્ર ફાળવવામાં આવ્યુ છે.ત્યારે પરીક્ષાકેન્દ્રોમાં સંચાલકોએ તમામ વ્યવસ્થા ગોડવી હોવાના અહેવાલો મળ્યા છે. ધંધુકા કેન્દ્રમાં ધો.૧૦ ની પરીક્ષામાં ૧૬૦૦ છાત્રો,ધોલેરામાં ૩૫૦ છાત્રો તેમજ ફેદરામાં ૩૦૦ છાત્રો મળી એકંદરે ૨૨૫૦ છાત્રો ધો.૧૦ ની પરીક્ષા આપનાર છે.આ ઉપરાંત ધંધુકા કેન્દ્રમાં ધો.૧૨ ની પરીક્ષા ૮૫૦ છાત્રો આપનાર છે. તથા ફેદરામાં ૩૦૦ છાત્રો મળી એકંદરે ધો.૧૦ની પરીક્ષા ૨૨૫૦ છાત્રો આપનાર છે. આ ઉપરાંત ધંધુકા કેન્દ્રમાં ધો.૧૨ ની ૮૫૦ છાત્રો પરીક્ષા આપશે તથા ફેદરા કેન્દ્રમાં ૩૦૦ છાત્રો પરીક્ષા આપશે. આમ, ધો.૧૨ ની એંકદરે ૧૧૫૦ છાત્રો પરીક્ષા આપશે. ધંધુકા કેન્દ્રની પરીક્ષા બીરલા હાઈસ્કુલ, ડી.એ.વિદ્યામંદિર, સમર્પણ વિદ્યાલય, મોર્ડન હાઈસ્કુલ, જી.આર.જાદવ ગર્લ્સ હાઈસ્કુલ,તક્ષશીલા હાઈસ્કુલ ખાતે લેવાશે. જેને લઈને સંચાલકોએ પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા ગોઠવી હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ. તમામ પરીક્ષા કેન્દ્રોની બહાર જાહેર રોડ પરથી લારીઓ હટાવી લેવામાં આવેલ છે.પોલીસ દ્વારા તમામ કેન્દ્રો ઉપર પોલીસ પોઈન્ટ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. બોર્ડની પરીક્ષાનું સાહિત્ય, ઉત્તરવહી, દોરા, કવર, સીલ સહિતની સામગ્રીઓની વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ. બોર્ડના પરીક્ષાર્થીઓને મોબાઈલ, કેલકયુલેટર કે અન્ય સાહિત્ય સાથે ન રાખવા ખાસ તાકિદ કરાઈ છે.