નીટમાં સારા માર્કસ છતાં સરકારી કોલેજમાં એડમિશન માટે ફાંફાં
- જો ફીનું સ્ટ્રક્ચર સુધરે તો હજારો વિદ્યાર્થીનું સ્વપ્ન પુરૂ થઇ શકે
- રાજ્યની 5 મેડિકલ કોલેજો સરકારી બોલે છે પણ ફી જીએમઇઆરએસ પ્રમાણે લેવાતા નારાજગી
તાજેતરમાં મેડિકલ અભ્યાસક્રમ માટે લેવાયેલ નીટની પરીક્ષામાં સારા માર્કસ હોવા છતાં વિદ્યાર્થીઓનો રેન્ક ખૂબ જ હાઇ રહેવા પામેલ છે. આને કારણે ખુબ જ સારા માર્કસ મેળવેલ વિદ્યાર્થી પણ સરકારી મેડિકલ કોલેજમાં એડમીશન મેળવી શકતા નથી. તાજેતરમાં જીએમઇઆરએસ કોલેજમાં ફીમાં ઘટાડો થયો પરંતુ આ સાથે રાજ્ય સરકારે બે વર્ષ પહેલા ગોધરા, રાજપીપળા નર્મદા, પોરબંદર, મોરબી અને નવસારી એમ પાંચ સરકારી મેડિકલ કોલેજ શરૂ કરી જે ખુબ જ આવકાર્ય પગલું હતું પરંતુ સરકારી હોવા છતાં તેમાં ફીના ધોરણ જીએમઇઆરએસ કોલેજ પ્રમાણે જ છે. સાહેબ, જો આ પાંચ સરકારી કોલેજમાં ફી સરકારી કોલેજ પ્રમાણે જ લેવામાં આવે તો તેજસ્વી વિદ્યાર્થીઓનું સરકારી કોલેજમાં એડમીશન મેળવવાનું સ્વપ્ન પુરૂ થઇ જાય. આમ પણ એમ.વાય.એસ.વાય.+ કન્યા કેળવણી થઇ ને ઘણી બધી ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવે છે તો સરકારી પ્રમાણે ફી કરવામાં આવે તો વધુ પડતો નાણાકીય બોજો દૂર કરી શકાય. સંખ્યાબંધ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હાઇ મેરીટ વાળા આ વર્ષથી જ આ ફેરફાર થાય તેવા પ્રયત્નો કરવા માંગણી ઉઠવા પામી છે.