Get The App

આગામી દિવાળીના તહેવારોને લઇ 10 દિવસ વહેલા પગાર-પેન્શન આપવા માંગ

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
આગામી દિવાળીના તહેવારોને લઇ 10 દિવસ વહેલા પગાર-પેન્શન આપવા માંગ 1 - image


- શાળાઓના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મીઓને 

- સરકારી-ગ્રાન્ટેડ પ્રા.શાળા તથા હાઇસ્કૂલોના શિક્ષક કર્મચારીઓ વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત

ભાવનગર : ચાલુ વર્ષે તહેવારના દિવસો એક પછી એક આવી રહ્યા છે. જેમાં દિવાળી પણ ચાલું મહિનાના અંતિમ દિવસે હોય ત્યારે સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક કર્મચારીઓને ઓક્ટોબરનો પગાર, પેન્શન ૧૦ દિવસ પહેલા કરી આપવા શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

સરકારી તથા પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધઅયમિક શાળાના શિક્ષકો તથા કર્મચારીઓનો પગાર સરકારની વખતો વખતની સૂચના અનુસાર જે તે મહિનાના પછીના મહિનામાં પ્રથમ સપ્તાહમાં સામાન્ય રીતે થતો હોય છે. વર્તમાન વર્ષે તા.૨૮-૧૦-૨૦૨૪ થી ૩-૧૧-૨૦૨૪ સુધી દિવાળીના તહેવાર આવે છે. દિવાળીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવા આ તહેવારોમાં દસ દિવસ પહેલા ખરીદી શરૂ થઇ જતી હોય છે. દિવાળીના તહેવારોમાં ખરીદી માટે તથા ઉત્સાહભેર ઉજવણી માટે આર્થિક અગવડતા ન રહે તેને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર ૨૦૨૪નો પગાર ઓક્ટોબર માસમાં દિવાળી તહેવારોના દસ દિવસ પહેલા કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત થવા પામી છે.


Google NewsGoogle News