ર.પર લાખના ૧૩.૬૭ લાખ ચૂકવ્યા છતાં ૧.૪૮ લાખની માંગ
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત
પ્ર.નગર પોલીસમાં ટ્રાવેલ બુકિંગ એજન્ટની ફરિયાદ, આરોપીની અટકાયત
ફરિયાદમાં સુરેશભાઈએ જણાવ્યું છે કે બે વર્ષ અગાઉ તે સાધુ
વાસવાણી રોડ પર ગુરૃજીનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા હતા ત્યારે આરોપી પણ સાથે
રહેતો હતો. જેને કારણે તેનો અંગત મિત્ર હતો. ર૦રર થી ર૦ર૪ સુધીમાં તેણે આરોપી
પાસેથી રૃા.ર.પર લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા. જેમાંથી અત્યાર સુધીમાં પેનલ્ટી સહિત
રૃા.૧૩.૬૭ લાખ ચુકવી આપ્યા છે.
ત્રણેક મહિના પહેલા આરોપીએ રૈયા રોડ પરની એક હોટલે બોલાવી
તેને મારકૂટ કરી હતી. જોકે તેણે તે વખતે ફરિયાદ કરી ન હતી. આરોપીએ અનેકવાર ફોનમાં
ગાળો ભાંડી છે. બે મહિના પહેલા તે અને આરોપી જામનગર રોડ પરની હોટલે ભેગા થઈ જતાં
આરોપીએ બોલાચાલી કરી જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા. ગઈ તા.૧૯ના રોજ આરોપીએ તેના
ઘરે આવી તેની માતાને કહ્યું કે તમારા દિકરાને બોલાવો નહીંતર તેને જાનથી મારી
નાખીશ.
જેથી કંટાળીને આરોપી વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા મનીલેન્ડ એકટ
સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી પ્ર.નગર પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ આગળ ધપાવી
છે.