મોરબીમાં ખાણ ખનિજ વિભાગની કચેરીમાં અધિકારીને ખૂનની ધમકી

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
મોરબીમાં ખાણ ખનિજ વિભાગની કચેરીમાં અધિકારીને ખૂનની ધમકી 1 - image


જામનગરના શખ્સને ઓફિસ બહાર બેસવાનું કહેતા ઉશ્કેરાયો

અગાઉ રાજકોટ જિલ્લામાં ફરજ સમયે ગેરકાયદે ખનિજ ખોદકામ બદલ કરેલા દંડ અને કેસનો ખાર રાખીને અધિકારીને ગાળો પણ આપનાર શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ

મોરબી: મોરબીમાં ખાણ ખનીજ વિભાગની ઓફિસે એક ઈસમને બહાર બેસવાનું કહેતા સારું નહિ લાગતા તેમજ અગાઉ ગેરકાયદે ખનન કરવાનો કેસ અને દંડ કર્યો હોવાથી જેનો ખાર રાખી ખનીજ અધિકારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

લાલબાગ સરકારી વસાહતમાં રહેતા જગદીશકુમાર સેમાંભાઈ વાઢેર હાલ મોરબી જીલ્લા મુખ્ય ખાણ ખનીજ અધિકારી તરીકે ફરજ બજાવતે છે, જેમણે આરોપી સામત કરમુર (રહે. જામનગર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૨ ઓગસ્ટના રોજ આણંદપર ગામે વિનોદભાઈ ધરમશીભાઈની સેન્ડ સ્ટોડ ખનીજ લીઝ વિસ્તારમાં ખનન બાબતે રોયલ્ટી ઇન્સ્પેકટર રાહુલ મહેશ્વરીને તપાસ માટે મોકલ્યા હતા. જ્યાં સ્થળ પર તપાસ કરી રીપોર્ટ આપ્યો ના હતો અને બાદમાં તા. ૧૩ ના રોજ જિલ્લા કલેકટર ઓફિસમાં હાજર હતા, ત્યારે લીઝધારક વિનોદભાઈ વતી તેના માણસો વસંતભાઈ પરમાર ઉર્ફે બાબુભાઈ અને બીજા માણસો ઓફિસે આવ્યા હતા જેની વાતચીત ચાલતી હતી.  ત્યારે સામત કરમુર નામનો શખ્સ ઓફિસમાં અંદર આવ્યો હતો. જે અગાઉ ગેરકાયદે માઈનીંગ કરતા ઝડપાઇ જતાં રાજકોટ જિલ્લામાં ફરજ પર હતા.  ત્યારે કેસ અને દંડ કર્યો હોવાથી ઓળખતો હતો.

જે આરોપી શામત કરમુરે લીઝ બાબતે વાત કરવા આવ્યો હોવાનું કહેતા તેને થોડીવાર બહાર બેસો પછી તમને બોલાવું કહેતા સારું નહિ લગતા ઓફીસના દરવાજા પાસે પહોંચીને પાછા વાળીને ઓફિસમાં કહેવા લાગ્યો કે, 'હું એક ક્યાં ખનન કરું છું, અડધું ગામ કરે છે.' કહીને ઊંચા અવાજે બોલવા લાગ્યો હતો. જેથી બહાર બેસવા કહેતા ઉશ્કેરાઈ જઈને તમે અગાઉ પણ મને દંડ આપેલ, તમે ક્યાં દુધે ધોયેલા છો, બધા શું કરો છો તેની ખબર છે, હવે ખાર રાખશો તો પતાવી દઈશ. તમે બધા અહિયાં કેમ નોકરી કરો છો, હું જોઈ લઈશ.' કહીને ગાળો બોલી ધમકી આપવા લાગ્યો હતો. જે અંગે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.


Google NewsGoogle News