ગઢડાની ઘેલો નદીમાં ગરકાવ થયેલા વૃધ્ધનુ મોત
- વૃદ્ધ સવારના સમયે નદી પાસેથી પસાર થતા પગ લપસ્યો
- નગર પાલિકા અને સ્થાનિકોની મદદ થી ભારે શોધખોલ બાદ મૃતદેહ મળ્યો
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઢડા શહેરમાં રેલ્વે ગ્રાઉન્ડ ખાતે રહેતા અને ગાડલીયા - લુહારી કામ કરતા પરિવારના અરજણભાઇ માલાભાઈ ડાભી( ઉં.વ ૭૦) વહેલી સવારે આઠ વાગ્યા દરમિયાન ઘેલોનદી નીચે આવેલી ધરી પાસેથી વહેતી નદી તરફ જવા નિકળ્યા હતા. આ દરમિયાન નદીમાં નાહવા ના ઈરાદે અથવા અકસ્માતે લપસી પડતા નદીમાં ગરક થઈ ગયા હતા.આ ઘટનાના પગલે નગરપાલિકા સહિતના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. તેમજ દોરડા વિગેરે સામગ્રી સાથે રેસકયું હાથ ધરવામાં આવ્યું હતું. કલાકોને જહેમતના અંતે મૃતદેહ મળી આવતા મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હજુ એકાદ દિવસ પહેલાજ લીંબાળી ડેમનુ પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ પાણીની આવક સતત શરૂ રહેતા નદી વિસ્તારમાં વહેતા પાણીના પ્રવાહથી તાણ જોવા મળી રહયુ છે. ત્યારે પાણી જોઈને નદીમાં ન્હાવા નો આનંદ માણતા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો નોંધાયો છે.